News Continuous Bureau | Mumbai
ઓબીસી આરક્ષણ(OBC reservation)ને લઈને મહારાષ્ટ્ર(Maharashtra)માં અનેક મહાનગરપાલિકા(Corporation election)ઓની ચૂંટણી લંબાઈ ગઈ હતી. હવે જોકે આરક્ષણ વગર જ ચૂંટણી (elections without reservation)થવાની છે. બહુ જલદી ચૂંટણી પંચ આ મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર કરે એવી શક્યતા છે. જોકે એ અગાઉ નવી મુંબઈ(Navi Mumai), વસઈ-વિરાર(Vasai-Virar)સહિત 13 મહાનગરપાલિકાની બેઠકોની રિઝર્વેશનની લોટરી(Reservation lottery)નો કાર્યક્રમ 31 મે, 2022ના થવાનો છે.
નવી મુંબઈ, વસઈ-વિરાર, કલ્યાણ-ડોમ્બિવલી, કોલ્હાપૂર,થાણે, ઉલ્હાસનગર, નાસિક, પુણે, પિંપરી-ચિંચવડ, સોલાપૂર, અમરાવતી, અકોલા અને નાગપૂર મહાનગરપાલિકાની ચૂંટણી થવાની છે. તે માટે ચૂંટણી પંચે(Election commission) કાર્યક્રમ જાહેર કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી કર્યું મોટું આ એલાન, બાઇક-કાર ચાલકો જાણીને થઈ જશે ખુશ.. જાણો વિગતે
આ મહાનગરપાલિકાની ચૂંટણીના આરક્ષણ અને લોટરીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તે મુજબ અનુસૂચિત જાતિ (મહિલા), અનુસૂચિ જમાતી (મહિલા) અને જનરલ (મહિલા) માટે આરક્ષિત જગ્યા નિશ્ચિત કરવા માટે લોટરી કાઢવામાં આવવાની છે.
લોટરી બાદ વોર્ડના આરક્ષણનો ડ્રાફ્ટ (Draft of ward reservation)જાહેર કરીને તેમની સ્થાનિક અખબારો, વેબસાઈટ, જાહેર નોટિસ બોર્ડ વગેરેની પ્રસિદ્ધી માટે 1 જૂન સુધીની મુદત આપવામાં આવી છે. તો વોર્ડનું આરક્ષણ નિશ્ચિત કરવા બાબતે સૂચના અને વાંધા દાખલ કરવાની 1લી જૂનથી 6 જૂન સુધીની મુદત આપવામાં આવી છે.
આરક્ષણ નિશ્ર્ચિત બાબતે પ્રાપ્ત થયેલી સૂચના પર વિચાર કરીને વોર્ડનો અંતિમ આરક્ષણ સરકાર જાહેર કરશે, તેની મુદત 13 જૂન 2022ની મુદત છે.
આ સમાચાર પણ વાંચો : કેન્દ્ર અને રાજ્ય સરકારએ પેટ્રોલ-ડીઝલ પરના વેટમાં ઘટાડ્યા બાદ આજે નવા ભાવ થયા જાહેર.. જાણો મુંબઈ શહેરમાં કેટલું સસ્તું થયું ઇંધણ