News Continuous Bureau | Mumbai
Thane Lift Collapse : મહારાષ્ટ્રના ઠાણે શહેરમાં રવિવારે સાંજે મોટી દુર્ઘટના(accident) સર્જાય હતી. અહીં એક બહુમાળી ઈમારતમાં લિફ્ટ પડવાથી સાત કામદારોના(labours) મોત થયા છે. થાણેના બાલકુમ ખાતે એક નિર્માણાધીન ઈમારતની લિફ્ટ તૂટી પડતાં મોટો અકસ્માત થયો હતો. જેમાં છ કામદારોના મોત થયા હતા, જ્યારે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે અન્ય એક કામદારનું સારવાર દરમિયાન મોત(died) થયું હતું.
આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે 11 સપ્ટેમ્બર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.
બિલ્ડીંગની છત પર વોટરપ્રૂફિંગનું કામ
મીડિયા રિપોર્ટ્સ મુજબ થાણેના બાલકુમ વિસ્તારમાં આવેલી 40 માળની(high rise building) નિર્માણાધીન બિલ્ડીંગમાં લિફ્ટ તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં સાત કામદારોના મોત થયા હોવાના અહેવાલ છે. કેટલાક કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલમાં જ પૂર્ણ થયેલ આ બિલ્ડીંગની છત પર વોટરપ્રૂફિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. વોટરપ્રૂફિંગનું કામ પૂર્ણ કરીને કામદારો નીચે ઉતરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.
આ છે કારણ
પ્રાથમિક તપાસમાં દુર્ઘટનામાં લિફ્ટની રસ્સી તૂટવાનું કારણ સામે આવ્યું છે. દુર્ઘટનાના સમયે પીડિતો લિફ્ટમાંથી નીચે આવી રહ્યા હતા. હવે અધિકારીઓ આગળની તપાસ કરી રહ્યા છે. દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઘટનામાં મૃતક પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ટ્વિટ કરીને આ અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે.