News Continuous Bureau | Mumbai
Mamera Ceremony : હરિયાણાના રેવાડી શહેરમાં મામેરાંની અનોખી વિધિ જોવા મળી છે. અહીં ભાઈઓએ લગ્ન માટે બહેનના આપવામાં આવતા મામેરામાં 1 કરોડ, 1 લાખ, 11 હજાર 111 રૂપિયા રોકડા આપ્યા.
જુઓ વાયરલ વીડિયો
મામેરામાં માત્ર 1 કરોડ, 1 લાખ, 51 હજાર 101 રૂપિયા રોકડા
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ અહીં રેવાડીમાં એક ભાઈએ તેની એકમાત્ર બહેનના ઘરે ચલણી નોટો ફેલાવી ત્યારે લગ્નમાં હાજર તમામ લોકોની આંખો ચકરાઈ ગઈ હતી. ભાઈએ મામેરામાં માત્ર 1 કરોડ, 1 લાખ, 51 હજાર 101 રૂપિયા રોકડા જ નહીં, કરોડો રૂપિયાના દાગીના પણ મુક્યા હતા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે ચર્ચાનો વિષય બન્યો છે.
મહત્વનું છે કે કન્યાના મામાનો પોતાનો ક્રેનનો વ્યવસાય છે. સારી એવી જમીન અને મિલકતની માલિકી ધરાવે છે. આવી સ્થિતિમાં જ્યારે તેની બહેનની પુત્રીના લગ્ન આવ્યા ત્યારે તેણે એવું મામેરું ભર્યું કે જેની હવે આખા દેશમાં ચર્ચા થઈ રહી છે. જો કે, આ ચર્ચામાં ટીકા અને વખાણ બંને શામેલ છે. લોકો પોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે. આ સમગ્ર ઘટના માટે કેટલાક લોકો મામાના વખાણ કરી રહ્યા છે તો કેટલાક તેને દહેજ પ્રથા અને દેખાડો કહીને ખોટું ગણાવી રહ્યા છે. તો ઘણા લોકો તેને છોકરીના મામાનું મોટું દિલ કહી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચોઃ Manipur : ઐતિહાસિક સિદ્ધિ! મણિપુરના સૌથી જૂના આ બળવાખોર જૂથ એ શસ્ત્રો મૂક્યા, શાંતિ કરાર પર કર્યા હસ્તાક્ષર…
મામેરું એટલે શું
જ્યારે દીકરીના લગ્ન થાય ત્યારે દીકરીના મામા દ્વારા જે ભાત ભરવામાં આવે છે તેને મામેરું કહે છે. મામેરું દરમિયાન, માતૃપક્ષ તેમની બહેનને કપડાં, ઘરેણાં, પૈસા અને અન્ય વસ્તુઓ આપે છે. તેમાં બહેનના સાસરિયાં માટેનાં કપડાં અને ઘરેણાં પણ હોય છે.