ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
30 જુલાઈ 2020
શું તમે એવું ઓક્સિમીટર જોયું છે જે તમારું જ નહીં પરંતુ તમારી પેન્સિલની નાડીના ધબકારા અને ઓક્સિજન લેવલનું રીડિંગ કરી બતાવે.!?
હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં માણસના ધબકારા માપતુ મશીન, પેન્સિલ નું પણ ઓક્સિજન લેવલ માપી બતાવે છે..
વાસ્તવમાં અંધેરીના એક રહેવાસીએ કોરોનાના સંક્રમણને કારણે પોતાના પરિવાર માટે એક ઓક્સિમીટર ખરીદ્યું હતું. જે ચાઈનાનું હતું અને તદ્દન નકલી હતું. 'આજકાલ મેડિકલ ઉપકરણોના ઓઠા હેઠળ બિન ભરોસાપાત્ર ચાઈનીઝ માલસામાન મેડિકલ સ્ટોરમાં વેચવામાં આવી રહ્યો છે. આવા ઉપકરણો વેચનાર લોકોના જીવન સાથે રમત રમી રહ્યા છે. આથી આવા સસ્તા મેડિકલ ઉપકરણોની લાલચમાં પડશો નહીં.' તેવી અપીલ નકલી ઓક્સિમીટર ખરીદનારે કરી છે…
વધુમાં જણાવ્યું હતું કે 15 દિવસ પહેલા તેમણે 1800 રૂપિયામાં આ મશીન ખરીદી લાવ્યા હતા..જ્યારે સામાન્ય પણે પલ્સ ઓક્સિમીટરની કિંમત 1800 થી 4000 રૂપિયા સુધીની હોય છે. આથી જ મેડિકલ સામાન ચાઇનાના તો નથીને એ પહેલા ચકાસી લેવા.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com