ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 ઓગસ્ટ 2020
લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે ચોરાઇ ગયેલું વૉલેટ ૧૪ વર્ષ બાદ પ્રવાસીને ફરી મળ્યું હોવાનો આશ્ર્ચર્યજનક બનાવ તાજેતરમાં બન્યો હતો. આ પેસેન્જર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) થી પનવેલ લોકલમાં પ્રવાસ કરી રહ્યા હતા તે સમયે એટલે કે 2006 માં તેમનું વૉલેટ ચોરાઇ ગયું હતું, જેમાં 900 રૂપિયા હતા. આ વર્ષે એપ્રિલમાં વાશી ગવર્મેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)એ કોલ કરીને આ પેસેન્જરને જાણ કરી હતી કે તેમનું વૉલેટ મળી ગયું છે. જોકે, લૉકડાઉનને કારણે તેઓ પોતાનું વૉલેટ લેવા જઇ શકયા નહોતા. હાલમાં લૉકડાઉન હળવું કરવામાં આવ્યા બાદ તાજેતરમાં પનવેલના રહેવાસીએ વાશી જીઆરપી ઑફિસમાં પહોંચી ગયા હતા.
આ અંગે પેસેન્જરે જણાવ્યું હતું કે ‘મારું વૉલેટ ચોરાયું ત્યારે તેમાં 500 રૂપિયાની એક નોટ સહિત કુલ 900 રૂપિયા હતા.વાશી જીઆરપીએ મને 300 રૂપિયા પરત આપ્યાં છે અને સ્ટેમ્પ પેપર વર્કના 100 રૂપિયા કાપ્યા હતાં. બાદમાં હોવી GRP 500 રૂપિયાની જૂની નોટ બદલીને તેની જગ્યાએ નવી નોટ આપશે’.
જીઆરપીના અધિકારીએ જણાવ્યું હતું કે વાશી ના જે પેસેન્જરનું વૉલેટ ચોયાયું હતું તે ચોરનારની થોડા સમય પહેલા જ ધરપકડ કરવામાં આવી હતી. ચોર પાસેથી આ પેસેન્જરનું વૉલેટ અને તેમાંથી 900 રૂપિયા મળી આવ્યા હતા. આથી એડ્રેસની માહિતી ના આધારે પેસેન્જર નો સંપર્ક કરવામાં આવ્યો હતો…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com