News Continuous Bureau | Mumbai
Maratha Reservation: મરાઠા આરક્ષણ માટે વિરોધ કરી રહેલા એક યુવકે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરનાર યુવકનું નામ સુનીલ કાવલે છે, જેની ઉંમર 45 વર્ષ હોવાનું કહેવાય છે. આ યુવકે મુંબઈના(Mumbai) બાંદ્રા(Bandra) ઈસ્ટમાં વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર બનેલા ફ્લાયઓવર(flyover) પર લટકીને આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરનાર વ્યક્તિ અંબડ તાલુકાનો રહેવાસી છે અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુંબઈની સાયન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. હવે આ ઘટનાને લઈને રાજ્યમાં(Maharashtra) રાજકીય ગરમાવો આવવાની શક્યતા છે. બાંદ્રા ખેરવાડી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ પણ મળી આવી હતી.
સુનીલ કાવલે જલન્યાનો રહેવાસી હતો. તેની બેગમાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. આ નોટમાં તેણે બધાની માફી પણ માંગી છે. વિનોદ પાટીલે દાવો કર્યો છે કે તેણે મરાઠા આરક્ષણની માંગને લઈને આત્મહત્યા કરી છે. આ મામલે ખેરવાડી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આપઘાત કરનાર વ્યક્તિ અંબાડ તાલુકાનો વતની છે અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુંબઈની સાયન હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Air : મુંબઈની હવા બની વધુ ઝેરી, માયાનગરીએ પ્રદૂષણના મામલે દિલ્હીને પણ છોડી દીધું પાછળ.. પાલિકાએ શોધી કાઢ્યો આ ઉપાય..
મરાઠા આરક્ષણ એ જ તેમનું એકમાત્ર સપનું ….
કાવલેના મૃતદેહ પાસેથી મળી આવેલા સ્યુસાઈડ નોટમાં જણાવાયું હતું કે પોતે મરાઠા આરક્ષણના હેતુ માટે જીવન ટૂંકાવે છે. તેમણે મરાઠા સમાજના લોકોને તા. ૨૪મી ઓક્ટોબરે એકત્ર થવા આહ્વાન પણ કર્યું હતું. તેમણે લખ્યું છે કે મરાઠા આરક્ષણ એ જ તેમનું એકમાત્ર સપનું છે.
સુનીલ કાવલેએ મુંબઇમાં આત્મહત્યા કરી હોવાની માહિતી મરાઠા ક્રાંતિ મોરચાના સંયોજક વિનોદ પાટીલે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં આપી હતી. તેમણે પોસ્ટમાં તેમના મરાઠા ભાઇઓને સંબોધતા કહ્યુ હતુ કે, ‘મરાઠી ભાઈઓ તમારી માંગણીઓ રજૂ કરવાનો આ યોગ્ય માર્ગ નથી. ઇતિહાસમાં આપણી આ યોદ્ધા જાતીએ અનેક યુદ્ધો જીત્યા છે. થાકશો નહીં, યુદ્ધને અધવચ્ચે છોડશો નહીં. સરકારને વિનંતી છે કે આ મામલો વધુ ગંભીર બનવા જઈ રહ્યો છે, કમ સે કમ એ સ્વીકારો કે મરાઠા આરક્ષણનો મુદ્દો આપણા અસ્તિત્વ સાથે જોડાયેલો છે આટલું બધું ગુમાવ્યા પછી પણ તમે જાગતા નથી. આ પછીથી મરાઠી યુવાનો આત્મહત્યા ન કરે એ માટે સરકારે તાત્કાલિક પગલાંં લેવા જોઈએ.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘તમામ યુવાનોને મારી વિનંતી છે કે, ભૂતકાળમાં ૪૮ લોકોનું બલિદાન આપવામાં આવ્યું છે. યુવાનો આ અનામત તમારા હક અને ભવિષ્ય માટે છે. તેથી દરેકે ધીરજ રાખવી.’
રાજ્યમાં ચાર ચાર મુખ્ય પ્રધાનો આવ્યા અને ગયા. પૃથ્વીરાજ ચવ્હાણ આવ્યા, કોર્ટમાં અનામત ટકી નહીં. ફડણવીસના કાર્યકાળ દરમિયાન અનામત હાઈ કોર્ટમાં ટકી ગયું. તે ઉદ્ધવ ઠાકરેના કાર્યકાળ દરમિયાન રદ કરવામાં આવ્યું હતું. એકનાથ શિંદે આવ્યાને દોઢ વર્ષ થવા છતાં આરક્ષણ મળ્યું નથી. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના, આપણે આ બાબતની જવાબદારી સાથે આગળ આવવું જોઈએ અને કાયમી અનામત આપવાનું નિવેદન આપવું જોઈએ. સમાજના યુવાનોનો વિશ્વાસ ઊઠી ગયો છે. યુવાનો મૂંઝવણમાં છે, કારણ કે અમને જે મળે છે તે ટકાઉ નથી. તેથી સરકારે તાત્કાલિક જવાબદારી સ્વીકારવી જોઈએ’ એમ તેમણે જણાવ્યું હતુંં.