News Continuous Bureau | Mumbai
મથુરાની(Mathura) શ્રી કૃષ્ણ જન્મભૂમિ(Shri Krishna Janmabhoomi) અનેઇદગાહ મસ્જિદના(Idgah Mosque) વિવાદ પર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે એ વચ્ચે હવે એક નવો મામલો સામે આવ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આગ્રા કિલ્લાની(Agra Fort) બેગમ મસ્જિદના(Begum Masjid) પાયામાં શ્રી કૃષ્ણ સહિત અનેક દેવી દેવતાઓની(Goddesses) ખંડિત મૂર્તિઓને દફનાવવામાં આવી હતી.
મસ્જિદના પાયા અને પગથિયા નીચેથી આ મૂર્તિઓને બહાર કાઢવા માટે સિવિલ જજ સિનિયર ડિવિઝનની(Civil Judge Senior Division) કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજી મુખ્ય વકીલ મહેન્દ્ર પ્રતાપ સિંહ(Lawyer Mahendra Pratap Singh), શ્યામલાલ પંડિત(Shyamlal Pandit) અને મનમોહન દાસ(Manmohan Das) વતી દાખલ કરવામાં આવી છે. આ અરજી અનુસાર, મુઘલ બાદશાહ ઔરંગઝેબ(Mughal Emperor Aurangzeb) દ્વારા ભગવાન કેશવ દેવના મંદિરને તોડી પાડવામાં આવ્યા બાદ ઔરંગઝેબે બેગમ સાહિબાની મસ્જિદના પગથિયાંમાં દેવતાઓની મૂર્તિઓને દફનાવી દીધા હતી. તેથી તે દેવતાઓને ફરીથી બહાર કાઢવા જોઈએ.
આ સમાચાર પણ વાંચો : શાબ્બાશ!! સરકારી તંત્રને ઝુકાવ્યું- ફક્ત 35 રૂપિયા માટે IRCTC સામે જંગે ચઢેલો એન્જિનિયર પાંચ વર્ષે લડત જીત્યો- લાખો રેલવે પ્રવાસીઓને થયો ફાયદો
આ પ્રકરણમાં આગ્રાના પ્રસિદ્ધ ઈતિહાસકાર રાજકિશોર રાજેના કહેવા મુજબ એ વાત સાચી છે કે ઔરંગઝેબના આદેશ પર ભગવાન કૃષ્ણ અને અન્ય દેવતાઓને તોડીને આગ્રા લાવવામાં આવ્યા હતા, એટલું જ નહીં મથુરાના મંદિરો પણ તોડવામાં આવ્યા હતા. અન્ય સ્થળોનો પણ નાશ કરવામાં આવ્યો હતો.તેનો કાટમાળ પણ તોડીને આગ્રા લાવવામાં આવ્યો હતો. આ દેવતાઓની મૂર્તિઓને જામા મસ્જિદના પગથિયાંમાં દફનાવવામાં આવ્યા હતા. જેનું નિર્માણ ઔરંગઝેબની બહેન જહાનઆરા બેગમે વર્ષ 1648માં કરાવ્યું હતું.
રાજકિશોર રાજેએ(Rajkishore Raje) કહ્યું કે આગ્રાના કિલ્લામાં 3 મસ્જિદો છે, તેમાથી જહાનઆરા બેગમ(Jahanara Begum) દ્વારા બનાવવામાં આવેલી મસ્જિદમાં ભગવાનની મૂર્તિઓને દાટી દેવામાં આવી હતી, જેને જામા મસ્જિદ કહેવામાં આવે છે. રાજકિશોર રાજેએ આ વિશે ઘણા ઐતિહાસિક પુસ્તકોનો(historical books) ઉલ્લેખ કર્યો છે, તે પુસ્તકોમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે તે સમયગાળા દરમિયાન ભગવાન કૃષ્ણ સહિત અનેક દેવી-દેવતાઓના ખંડિત થઈ ગયા હતા અને તેમને આગ્રાની જામા મસ્જિદના પગથિયાંમાં દફનાવવામાં આવ્યા હતા.