ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 3 ડિસેમ્બર 2021
શુક્રવાર.
જે રાજ્યમાં ભાજપની સત્તા છે, તે રાજયોને કોરોનાની વેક્સિનનો મોટી માત્રામાં સ્ટોક પૂરો પાડવામાં આવે છે, જયારે બિનભાજપી રાજયમાં વેક્સિન આપવામાં કેન્દ્ર બાંધછોડ કરતી હોવાનો આરોપ લોકભાના શિવસેના ગ્રુપ લીડર વિનાયક રાઉતે કર્યો છે.
ગુરુવારે સાંસદની સભાગૃહમાં કોરોનાના મુદ્દે ચર્ચા ચાલી રહી હતી એ દરિમયાન લોકસભાના શિવસેના ગ્રુપ લીડર વિનાયક રાઉતે દેશમાં અત્યાર સુધી ફક્ત 38 ટકા નાગરિકોને વેકિસનના બંને ડોઝ મળી ચૂકયા છે. પંરતુ દેશના હજી 100 કરોડ નાગરિકોને વેકિસન મળવાની બાકી છે, ત્યારે આ નાગિરકોનુ વેક્સિનેશન સરકાર કયારે પૂરું કરવાની છે? એવો કટાક્ષ કરતો સવાલ પણ કર્યો હતો. આ દરમિયાન તેમણે કોવેક્સિનનો સ્ટોક ઓછો છે, ત્યારે તેનું ઉત્પાદન વધારવામા કેમ આવતું નથી એ બાબતે પણ સવાલ કર્યો હતો.
સરકારે બહાર પાડેલા આકંડા મુજબ દેશમાં 100 કરોડ લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી. બે ડિસેમ્બરના આંકડા મુજબ બે ડોઝ લેનારાની સંખ્યા 45,82,75,988 છે.