News Continuous Bureau | Mumbai
પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મરણિયા પ્રયાસમાં રહેલી મહાવિકાસ આઘાડીની સરકારે(Mahavikas Aghadi Government) તાજેતરમાં એક બહુ અગત્યનો જી.આર.(GR) બહાર પાડ્યો છે, તેનાથી મુંબઈની તમામ હાઉસિંગ સોસાયટીઓને(housing societies) પણ હવે ફાયદો થશે.
એમ તો વિધાનસભ્ય ફંડનો (MLA ફંડ) ઉપયોગ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં(Urban and rural area) સાર્વજનિક સ્થળો(Public places) પર કરવામાં આવે છે પરંતુ હવે તેનો ઉપયોગ હવે નાની, મોટી હાઉસિંગ સોસાયટીમાં પણ કરી શકાશે. તેને લઈને સરકારે જી.આર બહાર પાડ્યો છે. ભાજપના(BJP) વિધાનસભ્ય સંજય કેલકર(Sanjay Kelkar) સતત તેની માગણી કરી રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રની રાજકીય કટોકટી પહોંચી સુપ્રીમમાં- ઉદ્ધવ અને શિંદે તરફથી સુપ્રીમ કોર્ટમાં પીઢ વકીલોની ફોજ- જાણો કોણ કોની તરફેણ કરશે
મહારાષ્ટ્રમાં 1.12 લાખ રજિસ્ટર્ડ હાઉસિંગ સોસાયટીઓ(Registered Housing Societies) છે, જેમાં એક તૃતીયાંશ એટલે કે લગભગ 34,000 મુંબઈ, થાણે જિલ્લામાં છે. હવે મહારાષ્ટ્ર સરકારના(Maharashtra Govt) આ નિર્ણયથી સોસાયટીના વિકાસ કામમાં(development work) પણ MLA ફંડનો ઉપયોગ થઈ શકશે.
MLA ફંડથી અનેક નાની હાઉસિંગ સોસાયટીમાં(Small Housing Society) રહેલી આર્થિક સમસ્યાને કારણે સુવિધા ઉપલબ્ધ નહોતી કરી શકાતી તે હવે આ ફંડથી કરી શકાશે. મુખ્યત્વે સોસાયટીની અંદર ફૂટપાથ, બેસવાની વ્યવસ્થા વગેરે કરી શકાશે. એ સિવાય લાઈટિંગ, રસ્તા અને કોમ્યુનિટી સેન્ટર માટે પણ કરી શકાશે એવો નિષ્ણાતોનો દાવો છે.