News Continuous Bureau | Mumbai
શિવસેના(Shivsena)માં મોટું ભંગાણ પડ્યું છે, તેનાથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ફૂલ ફોર્મમાં આવી ગઈ છે. મહારાષ્ટ્રમાં(Maharashtra) શિવસેનાના નેતૃત્વ સામે બળવો કરીને ભાજપ(BJP)ના સહયોગથી મુખ્ય પ્રધાન બની ગયેલા એકનાથ શિંદે જૂથ(EKnath Shinde Group)ને એક તરફ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનામાં જોડાવવા માટે પક્ષ પ્રમુખ રાજ ઠાકરેએ (MNS Chief Raj Thackeray) આમંત્રણ આપી દીધું હોવાનું કહેવાય છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર ‘અબ રાજા કા બેટા રાજા નહીં બનેગા, વહી બનેગા જો હકદાર હોગા’ એવો શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) પર આડકતરો કટાક્ષ કરતી ટ્વીટ પણ MNS દ્રારા કરવામાં આવી છે.શિવસેના પર કોનું પ્રભુત્વ ઉદ્ધવનું કે એકનાથ શિંદેનું તે હજી સુધી નક્કી થઈ શક્યું નથી ત્યારે શિંદે ગ્રુપ ઇચ્છતું હોય તો તેમનું MNS તેમનું સ્વાગત છે. આખરે એ ધારાસભ્યો(MLAs) મારા જુના સાથીદારો જ છે એવું મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ મહત્વનું વિધાન કર્યું છે.
મુખ્યપ્રધાન એકનાથ શિંદે શિવસેનાના ૪૦ ધારાસભ્યો સાથે ઉદ્ધવ જૂથથી અલગ છેડો ફાડી ચૂક્યા છે અને તેઓ પોતાના ગુપને જ અસલી શિવસેના ગણાવે છે. તેમણે શિવસેના(Party symbol)ના ચૂંટણી પ્રતીક પર પણ દાવો કર્યો છે અને લોકસભા(Loksabha) માં પણ અલગ જૂથ તરીકે માન્યતા મેળવી લીધી છે. જોકે, એક અભિપ્રાય અનુસાર પક્ષાંતર વિરોધી ધારાની જોગવાઈથી બચવા તેમણે કોઈ પક્ષમાં જોડાઈ જવું પડે તેમ છે. અગાઉ બળવા વખતે પણ શિંદે જૂથ મનસેમાં જોડાઈ શકે છે તેવી અટકળો ચાલી હતી. તે સંદર્ભમાં રાજ ઠાકરેનું આ વિધાન મહત્વનું છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના દરિયા કિનારા થયા જોખમી- જુહુ બીચ પર તણાઈ આવી આ જોખમી માછલી- BMCએ જારી કરી ચેતવણી
રાજ ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે આઘાડી સરકાર(MVA Govt)ના પતન માટે દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis)ને શ્રેય ના આપવું જોઇએ કે આ માટે સંજય રાઉત પર પણ દોષનો ટોપલો ના ઢોળવો જોઈએ. આઘાડી સરકારના પતન માટે જો કોઈ જવાબદાર હોય તો તે એકમાત્ર ઉદ્ધવ ઠાકરે પોતે છે.
રાજે પોતાના પિતરાઈભાઈ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે ઉદ્ધવ પર બિલકુલ ભરોસો મૂકી શકાય તેમ નથી. ભાજપ સાથે યુતિ વખતે તેઓ ભાજપના મુખ્ય પ્રધાન માટે સંમત હતા. પરંતુ ચૂંટણી પરિણામો બાદ તેમણે ફેરવી તોળ્યું હતું. ઉદ્ધવ પર ભરોસો ના કરાય તે હું પહેલેથી જાણું છું. આથી જ અગાઉ મનસે અને શિવસેના વચ્ચે યુતિની દરખાસ્તનો મેં ઈનકાર કર્યો હતો એમ રાજ ઠાકરેએ કહ્યું હતું.
એક તરફ રાજ ઠાકરેએ પોતાના પિતરાઈભાઈ ભરોસાને પાત્ર નથી એવી ટીકા કરી હતી તો બીજી તરફ રાજના પક્ષ MNS દ્રારા પણ ઉદ્ધવ પર આડકતરો કટાક્ષ કરવામાં આવ્યો હતો. MNSના નેતાએ ‘અબ રાજા કા બેટા રાજા નહીં બનેગા, વહી બનેગા જો હકદાર હોગા’ એવી ટ્વીટ કરીને એકસ ફોટો પણ પોસ્ટ કર્યો છે. આ ફોટામાં રાજ ઠાકરે સાથે બાળ ઠાકરે જોવા મળે છે. જેમાં બંને હાથ જોડીને અભિવાદન કરી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા એક મહિનામાં રાજકીય સ્તરે જોવા મળેલા રાજકીય ભૂકંપ બાદ રાજ ઠાકરેના ફોટો સાથે કરવામાં આવેલા ટ્વીટના અનેક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત- મુંબઈના પોલીસ સ્ટેશનોમાં પણ અંધશ્રદ્ધા- અષાઢી અમાસને લઈને મુંબઈ પોલીસે કમિશનરે બહાર પાડ્યો આ આદેશ
Join Our WhatsApp Community