News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ પ્રમુખ રાજ ઠાકરેએ(Raj thackeray) મસ્જિદો પરથી લાઉડસ્પીકર(Loud speaker row) હટાવવા માટે 3 મેની આપેલી મુદત પૂરી થઈ ગઈ છે. ત્યારબાદ બુધવારે રાજ્યમાં ઘણી અનેક જગ્યાએ લાઉડસ્પીકર વગર અઝાન થઈ હોવાનો દાવો કરીને રાજ ઠાકરેએ મસ્જિદોના મૌલવીઓનો(Clerics) આભાર માન્યો હતો. એ સાથે જ તેમણે રાજ્ય સરકારને(maharashtra Govt) જે મસ્જિદો પર લાઉડસ્પીકર અઝાન વાગતી હતી. તેમની સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે એવો સવાલ કર્યો હતો.
રાજ ઠાકરેએ બુધવારે એક પત્રકાર પરિષદ(Press conference) કરી હતી, જેમાં તેમણે આંકડા આપતા કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં 90-92 ટકા સ્થળોએ સવારની અઝાન(Azan) થઈ ન હતી. હું તે તમામ મસ્જિદોના મૌલવીઓનો આભાર માનું છું. તેઓ મારા વિષયને સારી રીતે સમજી ગયા. મુંબઈ રિપોર્ટ અનુસાર મુંબઈમાં કુલ 1,140 મસ્જિદો છે. તેમાંથી 135 મસ્જિદોમાં સવારે 5 વાગ્યે અઝાન શરૂ થઈ હતી.
રાજ ઠાકરેએ પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે મંગળવારે તેમણે પોલીસ અધિકારી વિશ્વાસ નાગરે પાટીલ(Vishwas Nagar Patil) નો ફોન આવ્યો હતો અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમામ મસ્જિદોમાં સવારની અઝાન આપવામાં આવશે નહીં.
આ સમાચાર પણ વાંચો : રાજ ઠાકરેએ બાળાસાહેબનો વિડીયો ટ્વીટ કર્યો. જેમાં બાળા સાહેબે કહ્યું હતું કે મસ્જિદ પરના ભૂંગળા ઉતારવામાં આવશે. જુઓ વિડીયો.
પોલીસના દાવા બાદ પણ આજે સવારે જ્યાં અઝાન થઈ છે તેવી 135 મસ્જિદો પર રાજ્ય સરકાર શું કાર્યવાહી કરશે એવો સવાલ રાજ ઠાકરેએ સરકારને પૂછ્યો હતો. સાથે જ રાજ્ય સરકાર પર એવો કટાક્ષ પણ કર્યો હતો કે શું સરકાર ફક્ત અમારા કાર્યકરોને જ ઉપાડવાની છે.
રાજ્યમાં ઘણી જગ્યાએ, પોલીસ MNS પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને નોટિસ મોકલી રહી છે અને તેમની ધરપકડ કરી રહી છે. આવું ફક્ત આપણા કિસ્સામાં જ કેમ થાય છે? જે લોકો કાયદાનું પાલન કરે છે તેમને તમે સજા કરશો અને જેઓ કાયદાનું પાલન નથી કરી રહ્યા તેમને તમે સ્વતંત્રતા આપશો, એવો સવાર પણ રાજ ઠાકરેએ સરકારને કર્યો હતો.