Site icon News Continuous Bureau | Mumbai

મસ્જિદ પરના ભુંગળાને લઈને રાજ ઠાકરેએ મૌલવીનો માન્યો આભાર. જાણો શું  કહ્યું તેમણે. જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ પ્રમુખ રાજ ઠાકરેએ(Raj thackeray) મસ્જિદો પરથી લાઉડસ્પીકર(Loud speaker row) હટાવવા માટે 3 મેની આપેલી મુદત પૂરી થઈ ગઈ છે. ત્યારબાદ બુધવારે રાજ્યમાં ઘણી અનેક જગ્યાએ લાઉડસ્પીકર  વગર અઝાન થઈ હોવાનો દાવો કરીને રાજ ઠાકરેએ મસ્જિદોના મૌલવીઓનો(Clerics) આભાર માન્યો હતો. એ સાથે જ તેમણે રાજ્ય સરકારને(maharashtra Govt) જે મસ્જિદો પર લાઉડસ્પીકર અઝાન વાગતી હતી. તેમની સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે એવો સવાલ કર્યો હતો.

Join Our WhatsApp Channel

રાજ ઠાકરેએ બુધવારે એક પત્રકાર પરિષદ(Press conference) કરી હતી, જેમાં તેમણે આંકડા આપતા કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં 90-92 ટકા સ્થળોએ સવારની અઝાન(Azan) થઈ ન હતી. હું તે તમામ મસ્જિદોના મૌલવીઓનો આભાર માનું છું. તેઓ  મારા વિષયને સારી રીતે સમજી ગયા. મુંબઈ રિપોર્ટ અનુસાર મુંબઈમાં કુલ 1,140 મસ્જિદો છે. તેમાંથી 135 મસ્જિદોમાં સવારે 5 વાગ્યે અઝાન શરૂ થઈ હતી.

રાજ ઠાકરેએ પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે  મંગળવારે તેમણે પોલીસ અધિકારી વિશ્વાસ નાગરે પાટીલ(Vishwas Nagar Patil) નો ફોન આવ્યો હતો અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમામ મસ્જિદોમાં સવારની અઝાન આપવામાં આવશે નહીં. 

આ સમાચાર પણ વાંચો : રાજ ઠાકરેએ બાળાસાહેબનો વિડીયો ટ્વીટ કર્યો. જેમાં બાળા સાહેબે કહ્યું હતું કે મસ્જિદ પરના ભૂંગળા ઉતારવામાં આવશે. જુઓ વિડીયો.

પોલીસના દાવા બાદ પણ આજે સવારે જ્યાં અઝાન થઈ છે તેવી 135 મસ્જિદો પર રાજ્ય સરકાર શું કાર્યવાહી કરશે એવો સવાલ રાજ ઠાકરેએ સરકારને પૂછ્યો હતો. સાથે જ રાજ્ય સરકાર પર એવો કટાક્ષ પણ કર્યો હતો કે શું સરકાર ફક્ત અમારા કાર્યકરોને જ ઉપાડવાની છે.

 રાજ્યમાં ઘણી જગ્યાએ, પોલીસ MNS પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને નોટિસ મોકલી રહી છે અને તેમની ધરપકડ કરી રહી છે. આવું ફક્ત આપણા કિસ્સામાં જ કેમ થાય છે? જે લોકો કાયદાનું પાલન કરે છે તેમને તમે સજા કરશો અને જેઓ કાયદાનું પાલન નથી કરી રહ્યા તેમને તમે સ્વતંત્રતા આપશો, એવો સવાર પણ રાજ ઠાકરેએ સરકારને કર્યો હતો. 

 

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version