News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)પ્રમુખ રાજ ઠાકરે(Raj Thackeray)એ મસ્જિદોમાં લાગેલા લાઉડસ્પીકર(Loudspeaker) મુદ્દે અપનાવેલા તેમના આક્રમક વલણથી હાલ મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. રાજ ઠાકરે અવારનવાર તેમના વકતૃત્વ અને છટાદાર નિવેદનોને કારણે મીડિયામાં ચર્ચામાં રહે છે. ક્યારેક તેઓ મીડિયા(Media) પ્રતિનિધિઓ પર ગુસ્સે પણ થઈ જાય છે. આજે ફરી કંઇક એવું જ જોવા મળ્યું છે.
#MNS પ્રમુખ #રાજ ઠાકરે #મીડિયા પ્રતિનિધિઓ પર થયા ગુસ્સે.. પૂછ્યા આવા સવાલ.. જુઓ વિડીયો…#Maharashtra #Pune #MNS #RajThackeray #LoudspeakerRow #ayodhyavisit pic.twitter.com/50eOxoJZcj
— news continuous (@NewsContinuous) May 18, 2022
હકીકતમાં, બન્યું એવું કે રાજ ઠાકરે બે દિવસીય પુણે(Pune visit)ના પ્રવાસ પર છે. તેઓ આવતા અઠવાડિયે પુણેમાં જાહેર સભા યોજવાના છે. રાજ ઠાકરે એ જ બેઠકના સંદર્ભમાં મનસેના પદાધિકારીઓ સાથે ચર્ચા કરવા અને વાતચીત કરવા પુણે આવ્યા છે. આ પહેલા તેઓ દિવસનો કાર્યક્રમ પૂરો કરીને બાજીરાવ રોડ(Bajirao road) પર આવેલી પ્રસિદ્ધ પુસ્તકની દુકાન 'અક્ષરધારા' પર આવ્યા હતા. દુકાનની બહાર મીડિયાવાળાઓને જોઈને તેઓ રોષે ભરાયા હતા.
આ સમાચાર પણ વાંચો : જામીન શા માટે રદ ન કરવા જોઈએ તે માટે રાણા દંપતીએ કોર્ટને આપ્યું આ કારણ.. જાણો વિગતે,
કેમેરાની ફ્લેશ તેમના ચહેરા પર આવતા તેમને મીડિયાવાળાઓને આકરા શબ્દોમાં કહ્યું કે, 'આ લાઈટ બંધ કરો. તમે અમને શાંતિથી જીવવા દેશો કે નહીં?' એવો સવાલ પૂછતાં તેમણે મીડિયાના પ્રતિનિધિઓને ફટકાર્યા હતા. સાથે જ તેમણે મીડિયાના પણ કેમેરા બંધ કરાવી દીધા હતા. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.