News Continuous Bureau | Mumbai
MNS Dabangai મુંબઈ નજીક આવેલા થાણેમાં ફરી એકવાર રાજ ઠાકરેની આગેવાનીવાળી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ની દબંગાઈ સામે આવી છે. થાણેના કલવા વિસ્તારમાં એક MNS કાર્યકર્તાએ એક મહિલાને થપ્પડ મારી અને તેના પતિ સાથે ગેરવર્તણૂક કરવા બદલ માફી માગવા માટે મજબૂર કરી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહિલાને થપ્પડ મારનાર MNS કાર્યકર્તાની ઓળખ સ્વરા ઘાટે તરીકે થઈ છે.
રેલવે સ્ટેશન પર વિવાદ અને ઑફિસમાં મારામારી
MNS નેતાઓના જણાવ્યા અનુસાર, થાણેના કલવા રેલવે સ્ટેશન પર ભીડ દરમિયાન લોકલ ટ્રેનમાંથી ઉતરતી વખતે MNS કાર્યકર્તાનો પતિ તે મહિલા સાથે ભટકાઈ ગયો હતો. નેતાઓનો દાવો છે કે જ્યારે વ્યક્તિએ માફી માંગી, ત્યારે મહિલા ગુસ્સે થઈ ગઈ અને તેને ગાળો આપવા લાગી. આરોપ છે કે મહિલાએ કથિત રીતે મરાઠી લોકો વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો અને તે વ્યક્તિને થપ્પડ પણ મારી તેમજ તેનો કોલર પકડીને મારપીટ કરી. આનાથી નારાજ થઈને તે વ્યક્તિની પત્ની (જે પોતે MNS કાર્યકર્તા છે) તે મહિલાને કલવા સ્થિત પાર્ટીની ઑફિસમાં લઈ ગઈ.
MNS दफ्तर में थप्पड़ का वीडियो वायरल!
भाषा विवाद में बदली ठाणे के कलवा स्टेशन पर हुई धक्का-मुक्की!
MNS कार्यकर्ता स्वरा कटे ने पति से विवाद करने वाली महिला को ऑफिस बुलाया
पहले माफी मंगवाई और फिर जड़ दिया थप्पड़!#MNS #Thane #viralvideo #Maharashtra pic.twitter.com/azY3ou8lXP
— अभिषेक ‘अजनबी’ ✍🏻 (@abhishekAZNABI) October 12, 2025
આ સમાચાર પણ વાંચો: Gaza Peace Talks: ગાઝા શાંતિ વાર્તા માટે ભારતને આમંત્રણ, PM મોદીએ મોકલ્યા પોતાના દૂત, જાણો આખરે શું છે પ્લાન?
માફી મંગાવીને થપ્પડ મારી
પાર્ટી કાર્યાલયમાંથી સામે આવેલા એક વીડિયોમાં મહિલા માફી માગતી જોવા મળી રહી છે. તે કહે છે કે, “કલવા સ્ટેશન પર મારી સાથે જે થયું, તેમાં મેં એક મહારાષ્ટ્રિયન વ્યક્તિને ગાળ આપી અને હાથ ઉપાડ્યો. આ માટે હું મહારાષ્ટ્ર અને અહીંના લોકોની માફી માગું છું.” આ પછી, MNS મહિલા કાર્યકર્તા સ્વરા ઘાટેએ કહ્યું, “એક મહિલા એક પુરુષ પર હાથ ઉપાડે અને તે કશું બોલે નહીં? કાયદો માત્ર મહિલાઓ પર જ કેમ લાગુ થાય છે? તે મારા પતિને અડધો કલાક સુધી ગાળો આપતી રહી. હું તેની વિરુદ્ધ કેસ દાખલ કરાવવા જઈ રહી હતી, પરંતુ તેની પુત્રી અને પરિવારને જોઈને છોડી રહી છું.” આટલું કહ્યા પછી MNS કાર્યકર્તા ઘાટેએ તે મહિલાને થપ્પડ મારી અને કહ્યું, “મહારાષ્ટ્રની જનતા વિશે ફરીથી આવું ન કહેતી. સમજી ગઈ? બસ!”
Join Our WhatsApp Community