Site icon

મનસે પ્રમુખ રાજ ઠાકરેએ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને સાથે કરી મુલાકાત- બંને દિગજ્જો વચ્ચે એક કલાક ચાલી બેઠક- રાજકીય અટકળો તેજ 

 News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગર પાલિકા(BMC)ની ચૂંટણીઓ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય પાર્ટીઓ ચૂંટણી(Election)ની તૈયારીમાં લાગી ગઈ છે. આ દરમિયાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)ના પ્રમુખ રાજ ઠાકરે(Raj Thackeray) આજે સાગર બંગલો ખાતે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ(Deputy chirf minister Devendra Fadnavis) સાથે મુલાકાત કરી હોવાના અહેવાલ છે.

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો મુજબ, બંને નેતાઓ વચ્ચે એક કલાક સુધી બેઠક ચાલી હતી. જોકે આ બેઠક દરમિયાન બને દિગ્ગ્જ્જો વચ્ચે શું ચર્ચા થઈ તે જાણી શકાયું નથી. કહેવામાં આવી રહ્યું છે કે ગણેશોત્સવ આવી રહ્યો છે. રાજ ઠાકરેના શિવતીર્થ આવાસ(Shivtirth)માં પહેલીવાર ગણપતિ(Ganpati) બિરાજશે. તેથી, રાજ ઠાકરે ફડણવીસને તેમના પરિવાર સાથે ગણપતિના દર્શન(Ganpati Darshan) માટે આવવાનું આમંત્રણ આપવા તેમના નિવાસસ્થાન સાગર ખાતે પહોંચ્યા હતા. 

આ સમાચાર પણ વાંચો:  ધમ્માલ- મુંબઈમાં ગણેશોત્સવમાં સ્કૂલ- કોલેજોમાં આટલા દિવસની રજા જાહેર

જો કે, રાજ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચેની આ અચાનક મુલાકાતને પગલે અનેક રાજકીય તર્ક-વિતર્કો લગાવવામાં આવી રહ્યા છે. બંને નેતાઓએ રાજ્યની રાજકીય સ્થિતિ અને મુંબઈ-થાણે સહિત રાજ્યની અન્ય મ્યુનિસિપલ ચૂંટણીઓ અંગે ચર્ચા કરી હોવાનું કહેવાય છે.

Gujarat PSUs 2025: ગુજરાતના જાહેર ક્ષેત્રના ‘રત્નો’નું નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ છ મહિનામાં શ્રેષ્ઠ પ્રદર્શન, સેન્સેક્સ અને નિફ્ટીને પાછળ છોડ્યા
Vibrant Gujarat Mehsana 2025: SAPTI ગુજરાતના પથ્થર શિલ્પકળા ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસને આપી રહ્યું છે વેગ
Governor Acharya Devvrat: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ઘરે સ્વયં ગાય દોહી
World Heart Day 2025: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 215મું અંગદાન
Exit mobile version