News Continuous Bureau | Mumbai
મુંબઈ મહાનગર પાલિકા(BMC)ની ચૂંટણીઓ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય પાર્ટીઓ ચૂંટણી(Election)ની તૈયારીમાં લાગી ગઈ છે. આ દરમિયાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)ના પ્રમુખ રાજ ઠાકરે(Raj Thackeray) આજે સાગર બંગલો ખાતે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ(Deputy chirf minister Devendra Fadnavis) સાથે મુલાકાત કરી હોવાના અહેવાલ છે.
મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો મુજબ, બંને નેતાઓ વચ્ચે એક કલાક સુધી બેઠક ચાલી હતી. જોકે આ બેઠક દરમિયાન બને દિગ્ગ્જ્જો વચ્ચે શું ચર્ચા થઈ તે જાણી શકાયું નથી. કહેવામાં આવી રહ્યું છે કે ગણેશોત્સવ આવી રહ્યો છે. રાજ ઠાકરેના શિવતીર્થ આવાસ(Shivtirth)માં પહેલીવાર ગણપતિ(Ganpati) બિરાજશે. તેથી, રાજ ઠાકરે ફડણવીસને તેમના પરિવાર સાથે ગણપતિના દર્શન(Ganpati Darshan) માટે આવવાનું આમંત્રણ આપવા તેમના નિવાસસ્થાન સાગર ખાતે પહોંચ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: ધમ્માલ- મુંબઈમાં ગણેશોત્સવમાં સ્કૂલ- કોલેજોમાં આટલા દિવસની રજા જાહેર
જો કે, રાજ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચેની આ અચાનક મુલાકાતને પગલે અનેક રાજકીય તર્ક-વિતર્કો લગાવવામાં આવી રહ્યા છે. બંને નેતાઓએ રાજ્યની રાજકીય સ્થિતિ અને મુંબઈ-થાણે સહિત રાજ્યની અન્ય મ્યુનિસિપલ ચૂંટણીઓ અંગે ચર્ચા કરી હોવાનું કહેવાય છે.