ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ડિસેમ્બર 2021
બુધવાર
EDએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી છે.
PMLA એ હેઠળની આ ચાર્જશીટ લગભગ 7 હજાર પાનાની છે.
આ ચાર્જશીટમાં અનિલ દેશમુખના 2 પુત્રો ઋષિકેશ દેશમુખ અને સલિલ દેશમુખને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.
હાલમાં અનિલ દેશમુખ અને તેના PA પણ જેલમાં છે.
ઉલ્લેખનીય છે કે, 22 જુલાઈના રોજ મુંબઈના મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશને પરમબીર સિંહ અન્ય પાંચ પોલીસકર્મીઓ અને અન્ય બે વિરુદ્ધ એક બિલ્ડર પાસેથી 15 કરોડ રૂપિયાની કથિત રીતે માંગણી કરવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ મામલે આરોપીઓએ એકબીજા સાથે મળીને ફરિયાદીની હોટલ અને બાર સામે કાર્યવાહીનો ડર બતાવીને 11.92 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી.
બેસ્ટની ‘ચલો ઍપ’ થી બસમાં મહિલાઓનો પ્રવાસ વધુ સુરક્ષિત થઈ જશે. જાણો કેમ?
