Site icon

અધધધ.. મોરારીબાપુની કથામાં દાનની સરવાણી વહી.. રામમંદિર માટે 3 દિવસમાં સાડા પાંચ કરોડનું અનુદાન..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

30 જુલાઈ 2020

અયોધ્યા ખાતે નિર્માણ થનાર શ્રીરામ મંદિર માટે જાણીતા કથાકાર પૂ.મોરારીબાપુ દ્વારા પાંચ કરોડના અનુદાનની જાહેરાત કરવામાં આવી છે. પીઠોરીયા હનુમાન મંદિર ખાતે ચાલી રહેલી પૂ. બાપુની રામકથામાં તુલસી જયંતીના પાવન દિવસે પૂ. બાપુએ એક મહત્વની જાહેરાત કરી હતી. અયોધ્યામાં બની રહેલા ભવ્ય શ્રીરામ મંદિરનાં 5.61 કરોડ સુધીની રકમ માત્ર ત્રણ દિવસ માં જમા થઇ છે. આમાં અમેરિકા અને લંડનથી પણ ફાળો આવશે એટલે કહી શકાય કે આ રકમ, બાપુએ નિર્ધારિત કરેલી રકમ કરતા બહુ મોટી થવાની સંભાવના છે.

અહીં ખાસ નોંધવા જેવી વાત એ છે કે એક રૂપિયાથી લઈને એક કરોડ રૂપિયા સુધીની રકમ દાનમાં જમા થઈ છે. આ સંદર્ભે મોરારીબાપુએ કહ્યું હતું કે "આમ તો કેટલાક લોકો એ જ મળીને રૂપિયા પાંચ કરોડનું દાન આપી દીધું હોત. પરંતુ,  સામાન્ય માનવીને પણ રામ મંદિરમાં પોતે 'ફુલ નહિ તો ફુલની પાંખડી' આપ્યાનો સંતોષ થાય. આથી બધા પાસે દાનની રકમ ઉઘરાવવા માં આવી છે. બાપુએ રામમંદિર માટે દાન આપવાની કરેલી અપીલની જબરી અસર થઈ છે. ત્રણ દિવસમાં લગભગ 3 હજાર લોકોએ પોતાનો ફાળો નોંધાવ્યો છે અને હજુ આગામી 1 ઓગસ્ટ સુધી ફાળો લેવાનું કામ ચાલુ રહેનાર છે. નોંધનીય છે કે રામ મંદિરનું ભૂમિપૂજન આગામી તા.5 ઓગસ્ટના દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version