ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022
શુક્રવાર.
ગત થોડા દિવસો પૂર્વે ભારતના ઉત્તરપૂર્વિય રાજ્ય અરુણાચલ પ્રદેશની હિમાલયની ઉત્તુંગ ગિરિમાળાઓમા ભારતની સરહદોનું રક્ષણ કરી રહેલા ભારતીય સેનાના 7 જવાનો ગુમ થયા હતા. સેનાના અધિકારીઓની સઘન શોધખોળ બાદ ભારતીય સેના દ્વારા સત્તાવાર રીતે દુ:ખદ સમાચારો પ્રાપ્ત થયા કે એ સાત જવાનો હિમપ્રપાતને લીધે મૃત્યુ પામ્યા છે. યોગાનુયોગ અત્યારે પૂજ્ય બાપુની કથા અરૂણાચલમાં જ ઇટાનગર ખાતે ચાલી રહી છે. બાપુએ કથાના પ્રારંભમાં આ 7 જવાનોને પોતાની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. શહીદ જવાનોના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે અને કથાના યજમાન શ્રી નિખિલભાઈને ઈટાનગર જીલ્લા કલેકટરને સાથે રાખી તમામ જવાનોના પરિવારજનોને શ્રી હનુમાનજીની સાંત્વનારૂપે પ્રત્યેક સૈનિકના પરિવારને રૂ. ૫ હજારની તત્કાલ સહાય પહોંચાડવા જણાવ્યું છે. તમામ મૃતક સૈનિકોનાં નિર્વાણ માટે પૂજ્ય બાપુએ હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી છે.
જમ્મુ અને કાશ્મીરના માતા વૈષ્ણોદેવી મંદિરમાં આટલા હજાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે, આ છે કારણ