News Continuous Bureau | Mumbai
મોરબીમાં ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ રવિવારે મચ્છુ નદીમાં સમાયો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકા થઈ ગયા છે. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. ત્યારે સમી સાંજે અચાનક પુલ તૂટ્યો હતો અને પ્રવાસીઓ પુલ સાથે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં 140 લોકોના મોત થયા છે. જોકે આ આંકડો સત્તાવાર નથી. કેટલાક લોકો 136 મૃત્યુ પામ્યા હોવાનું જણાવી રહ્યા છે.
હાલ દરેકના મનમાં એક પ્રશ્ન ઉભો થયો છે કે મોરબીમાં ઝુલતો પુલ કેવી રીતે તૂટ્યો? આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, હાલ દિવાળીનો તહેવાર અને રવિવાર ની રજા હોવાથી અનેક લોકો અહીં આવ્યા હતા. આ બ્રિજ પર આશરે 500થી વધુ લોકો સવાર હતા. ત્યારે બ્રિજ પર કેપેસિટી કરતા વધારે લોકો ભેગા થવાથી આ દુર્ઘટના સર્જાઈ હોય એમ કહેવાય છે.
આ સમાચાર પણ વાંચો : ગજબ કેવાય- અહીં કોર્ટની અંદર જ બાખડી પડ્યા બે મહિલા વકીલ- છુટા હાથે મારામારી- ખેંચ્યા એકબીજાના વાળ- જુઓ વીડિયો