અરે વાહ!! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં એક હજારથી વધુ કોરોના ના દર્દીઓ સાજા થયા…

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

અમદાવાદ, ૧૫ એપ્રિલ 2021

ગુરૂવાર

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોવીડની સારવાર લઈ સ્વસ્થ થઈ ચૂકેલા 1,144 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ આંકડા 1 એપ્રિલથી 13 એપ્રિલ 2021 સુધીના છે. કોવિડની બીજી લહેરમાં દર્દીઓનું પ્રમાણ વધ્યું છે તે સંજોગોમાં કોવિડ અસરગ્રસ્ત દર્દીઓના સ્વજનો સિવિલ હોસ્પિટલમાં સારવારને પ્રાથમિકતા આપે છે. 

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે સપ્તાહમાં કોવીડની સારવાર લઈને સ્વસ્થ થઈ ચૂકેલા દર્દીઓની સંખ્યામાં ક્રમશ વધારો થઈ રહ્યો છે. 1 એપ્રિલે 53 દર્દીઓને રજા અપાઈ હતી, જે સંખ્યા 13 એપ્રિલે વધીને 137 પહોંચી છે. 9 એપ્રિલે સૌથી વધુ 154 થી વધુ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આમ, એકંદરે 1 એપ્રિલથી 13 એપ્રિલ સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યામાં બમણાથી પણ વધારે થયો છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ સ્વસ્થ થઈ ચૂકેલા દર્દીઓના અમે પ્રતિભાવ મેળવ્યા.

મુંબઈ ના કોંગ્રેસના આ ધારાસભ્ય પાસે આટલા બધા રેમડેસિવર આવ્યા ક્યાંથી? એક્ટિવિસ્ટ તપાસની માગણી કરી.

કોવીડને મહાત આપી ડિસ્ચાર્જ થયેલા શ્રી રાજેશભાઈ રાવલ તેમના અનુભવો વર્ણવતા કહે છે કે, સિવિલમાં સારવાર ઉત્તમ રીતે થાય છે. વળી, ભોજનની સુવિધા પણ સુંદર છે.

સિવિલમાં સારવાર મેળવીને સ્વસ્થ થઈ ચૂકેલા શ્રી ભાવેશભાઈ મહેતા સારવાર અંગે સંતોષ વ્યક્ત કરતા કહે છે, મને સિવિલમાં ઉત્તમ સારવાર મળી અને અહીંના સ્ટાફનું વલણ ઘણું હકારાત્મક છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment