News Continuous Bureau | Mumbai
ગઈકાલે (સોમવારે0 રાત્રે લગભગ 9.36 કલાકે ગુજરાતના ( Gujarat ) જામનગર ( Jamnagar airport ) એરફોર્સ બેઝ પર મોસ્કોથી ગોવા ( Moscow-Goa flight ) જઈ રહેલા વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ ( emergency landing ) કરવામાં આવ્યું હતું. પ્લેનમાં બોમ્બ હોવાની આશંકા પર આ ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી. વિમાનમાં કુલ 244 લોકો સવાર હતા, જેમાં 236 મુસાફરો અને આઠ ક્રૂ મેમ્બર હતા. આ તમામ લોકોને જામનગર એરફોર્સ બેઝ પર ઉતાર્યા બાદ એરક્રાફ્ટની સંપૂર્ણ સર્ચ કરવામાં આવી હતી. NSGની ટીમોએ લગભગ છ કલાક સુધી વિમાનની તપાસ કરી. આ દરમિયાન વિમાનમાંથી કોઈપણ પ્રકારની વાંધાજનક વસ્તુઓ અને બોમ્બ મળ્યા નથી. હવે NSGની ટીમો મુસાફરોના સામાનની તપાસ કરી રહી છે.
વિમાન લગભગ 20 મિનિટ સુધી આકાશમાં ચક્કર લગાવતું રહ્યું
મળતી માહિતી મુજબ, રાત્રે 9.45 કલાકે એક વિમાન જામનગરના આકાશમાં લગભગ 20 મિનિટ સુધી ચક્કર લગાવતું જોવા મળ્યું હતું. એરક્રાફ્ટના ક્રૂ મેમ્બરોએ બોમ્બ હોવાની શક્યતા અંગે જામનગર એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી હતી. જેના પર વિમાનને જામનગર ખાતે ઈમરજન્સી લેન્ડિંગ માટે તૈયાર કરવામાં આવ્યું હતું. અગાઉ જામનગર પોલીસ કંટ્રોલ રૂમમાં આ માહિતી આપવામાં આવી હતી. થોડી જ વારમાં ઇમરજન્સી સેવા એમ્બ્યુલન્સ, ઉચ્ચ પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ સહિત આઠથી 10 બસો પણ જામનગર એરબેઝ ખાતે એરપોર્ટ પર દોડી આવી હતી. એરપોર્ટની બાજુમાં કોઈને પણ પ્રવેશવા પર પ્રતિબંધ હતો. એનએસજીની ટીમોએ એરક્રાફ્ટનું ચેકિંગ કર્યું હતું. જે દરમિયાન કોઈ ખતરાની વસ્તુ મળી નહોતી.
આ સમાચાર પણ વાંચો: પ્રવાસી માટે સુવિધા કે દુવિધા.. એસી લોકલનો દરવાજો ન ખુલતા પ્રવાસીઓની થઈ આવી હાલત. જુઓ વિડિયો..