ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ,1 નવેમ્બર, 2021
સોમવાર.
મુંબઈ-અમદાવાદ વચ્ચે હાઈ સ્પીડ રેલ કોરિડોર નું કામ જમીન સંપાદન થી લઈને અનેક કારણોસર લાંબા સમયથી ધીમી ગતિએ ચાલી રહ્યું હતું. હવે જોકે આ કામ સ્પીડ પકડી રહ્યું છે. તાજેતરમાં રેલવે અને કપડા રાજ્ય પ્રધાન દર્શના જરદોશે આજે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે ગુજરાતના નવસારીમાં કાસ્ટિંગ યાર્ડમાં 40 મીટર સ્પેનના એક અને ફુલ સ્પેન પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રેીટ (PSC) બોક્સ ગર્ડરની કાસ્ટિંગનો શુભારંભ કર્યો હતો. ગયા મહિનામાં 28 ઓક્ટોબરના રોજ આણંદમાં કાસ્ટિંગ યાર્ડમાં પહેલા ફુલ સ્પેન ગર્ડરની કાસ્ટિંગ કરવામાં આવી હતી.
40 મીટર સ્પેનના PSC બોક્સ ગર્ડરનું વજન લગભગ 970 મેટ્રિક ટન છે. જે ભારતના નિર્માણ ઉદ્યોગમાં સૌથી ભારે PSC બોક્સ ગર્ડર બની રહેશે. 40 મીટર સ્પેન ગર્ડરને સિંગલ પીસના રૂપમાં કાસ્ટ કરવામાં આવી રહ્યું છે.
શિવસેનાના નેતા સંજય રાઉતે મિત્ર ધર્મ નિભાવ્યો, મલિકની પીઠ થાબડતા કહી દીધી આ મોટી વાત; જાણો વિગત..
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ 508 કિલોમીટર લાંબો છે. 508 કિલોમીટરમાંથી 352 કિલોમીટર ગુજરાત રાજ્ય (348 કિલોમીટર) અને દાદરા અને નગર હવેલીમાં 4 કિલોમીટર અને બાકીની 156 કિલોમીટર મહારાષ્ટ્ર રાજ્ય માંથી પસાર થવાની છે.