ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
27 જુલાઈ 2020
મલાડથી લઈને દહીંસર સુધીના લોકો સાવધાન થયી જજો. બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ પશ્ચિમ ઉપનગરોમાં કેટલાક સ્થળોએ કોવિડ-19ના વધુ કેસ મળી આવતાં ચોક્કસ માળને બદલે સમગ્ર મકાનને જ સીલ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં દહિસર, બોરીવલી, કાંદિવલી અને મલાડ જેવાં વિસ્તારની ઊંચી ઊંચી બિલ્ડીંગનો સમાવેશ થાય છે, કારણ કે આ બિન-ઝૂંપડપટ્ટીવાળા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે. જેથી બીએમસીએ નક્કી કર્યું છે કે આવી હાઉસિંગ સોસાયટીના તમામ રહેવાસીઓને 14 દિવસ માટે ક્વોરેંટાઇન્ડ કરવામાં આવે અને આ સમયગાળા દરમિયાન કોઈને પ્રવેશવાની કે બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
બીએમસી અધિકારીઓના જણાવ્યા અનુસાર, "દહિસર, બોરીવલી અને કાંદિવલીમાં પોઝીટીવ કેસોની ટકાવારી 20-25% થી વધીને 40% થઈ ગઈ છે." વધુમાં કહ્યું કે "આનો અર્થ એ થયો કે એસિમ્પ્ટોમેટિક લક્ષણો ધરાવતા લોકો બહાર નીકળી રહ્યા છે અને બીજામાં વાયરસ ફેલાવી રહ્યા છે. આથી, સમગ્ર બિલ્ડીંગ જ સીલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આવશ્યક અને ખૂબ -જરૂરી વસ્તુઓ ની દુકાનો ખુલ્લી રહેશે."
અગાઉ, 18 મેના એક પરિપત્રમાં, બીએમસીએ ઇમારતો સીલ કરવા માટેના નિયમોમાં બદલાવ કર્યો હતો, જેમાં ફક્ત એક જ ફ્લોરને સીલ કરવામાં આવતો હતો. આ અંગે દહિસર અને બોરીવલી વિસ્તારને આવરી લેતા BMC ના આર-ઉત્તર વોર્ડના સહાયક મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું “અમે કોરોના વાયરસની સાંકળ તોડવા માટે જ આખી બિલ્ડિંગને સીલ કરવાનો નિર્ણય લીધો છે."
નોંધનીય છે કે મુંબઈમાં એક જ દિવસમાં 1,245 તાજા કેસો નોંધાયા છે. જેમાંથી 55 ના મોત થયા છે. સોમવાર સુધીમાં શહેરમાં મૃત્યુ દર 5.59% હતો અને શહેરમાં ડબ્લિંગ રેટ 61 દિવસનો હતો. જ્યારે હોટસ્પોટ ગણાતાં ધારાવીમાં કોરોનાના કેસોમાં ખૂબ ઘટાડો નોંધાયો છે. અહીં માત્ર છ નવા કેસ જ નોંધાયા હતાં એમ પણ મનપાના અધિકારીઓ એ જણાવ્યું હતું.
જ્યારે દેશમાં કોરોનાના ટેસ્ટીંગ મા વધારો થતાં વધુ સંક્રમિત લોકોની સંખ્યા પણ સામે આવી રહી છે. છેલ્લાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. 24 કલાકમાં 50 હજારથી વધુ કેસ નોંધાયા છે. મૃત્યુઆંક પણ હવે બ્રાઝીલથી વધુ થયો છે. બ્રાઝીલમાં 555ની સંખ્યા સામે ભારતમાં 704ના મોત નોંધાયા છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com