ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 જુલાઈ, 2021
બુધવાર
મુંબઈમાં બની રહેલી મેટ્રો 3 (કોલાબા-બાંદરા-સીપ્ઝ) અને મેટ્રો 6 (વિક્રોલીથી લોખંડવાલા) માટેના કારશેડનો વિવાદ શમવાનું નામ જ નથી લેતો. આરે કૉલોનીમાં કારશેડ બનાવવાનું રદ થયા બાદ કાંજુરમાર્ગની જમીન પર કારશેડ બનાવવા કોર્ટે આપેલા સ્ટેને કારણે કામ રખડી પડ્યું છે. કારશેડ બનાવવામાં થઈ રહેલા વિલંબથી મેટ્રો પાછળનો ખર્ચ પણ અધધધ વધી રહ્યો છે. એથી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ હવે કારશેડ માટે ગોરેગામમાં પર્યાયી જગ્યાનો વિચાર કરવાનું પોતાના અધિકારીઓને કહી દીધું હોવાનું જાણવા મળ્યું છે.
સોમવારે પોતાના અધિકારીઓ સાથેની બેઠકમાં મુખ્ય પ્રધાને મેટ્રો 3 અને 6 માટે કારશેડ બનાવવા હવે ગોરેગામના પ્લૉટનો અભ્યાસ કરવાનું કહ્યું છે. ગોરેગામ પહાડીમાં નૉન ડેવલપેન્ટ ઝોનમાં આવેલી 120.10 હેક્ટર જગ્યામાંથી 89 હેક્ટર જગ્યા સરકાર લેવાનું વિચારી રહી છે. બાકીની 40 હેક્ટર જગ્યા મહારાષ્ટ્ર નૅશનલ લૉ યુનિવર્સિટી માટે અનામત રાખવાનો વિચાર છે. એ સિવાય મેટ્રો 4 (વડાલા-થાણે) માટે પણ કારશેડ ઊભો કરવા જગ્યા શોધવા બાબતે પણ તેમણે ર્ચચા કરી હતી.
'કુંડલી ભાગ્ય' ફેમ શ્રદ્ધા આર્યાએ શેર કરી બોલ્ડ તસવીરો, વેકેશન ની મજા માણતી આવી નજર ; જુઓ તસવીરો
મેટ્રો 3નો ખર્ચો દિવસે ને દિવસે વધી રહ્યો છે. એસ્ટિમેટેડ કૉસ્ટ 23,136 કરોડ રૂપિયા હતો. એમાં 10,000 કરોડ રૂપિયાથી વધુનો વધારો થઈ ગયો છે. હવે પ્રોજેક્ટની કૉસ્ટ 33,406 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. એથી સરકાર કારશેડને કારણે પ્રોજેકટ વિલંબમાં મૂકવા ઇચ્છતી ન હોવાનું કહેવાય છે.