News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(Maharshtra) નવી સરકારની રચના થઈ છે ત્યારથી નવી સરકારના કેબિનેટ વિસ્તરણમાં(Cabinet Expansion) કોનું નામ સામેલ થશે, કોને મળશે મંત્રી પદ(ministerial post)? એના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. ત્યારે રાષ્ટ્રીય પક્ષના(National Party) ધારાસભ્ય પાસેથી કેબિનેટ મંત્રી(Cabinet Minister) પદ અપાવવાના નામે 100 કરોડ રૂપિયાની માંગણી કરનારા ચાર લોકોની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે(Crime Branch) ધરપકડ કરી છે.
રાજ્યમાં નવી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવવાનું છે. અનેક ઈચ્છુક ધારાસભ્યો મંત્રી પદ મેળવવા માટે મુખ્યપ્રધાન એકનાથ શિંદેના(CM Eknath Shinde) નંદનવન બંગલામાં અને અને નાયબ મુખ્ય પ્રધાન(Deputy CM) દેવેન્દ્ર ફડણવીસના(Devendra Fadnavis) સાગર બંગલાની મુલાકાત લેતા જોવા મળે છે. જેનો લાભ લઈને ચાર ધુતારુઓએ કેબિનેટમાં મંત્રીપદ અપાવવાના નામે 3 ધારાસભ્યોને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ પહેલા ધૌંડના ધારાસભ્યને ફોન કરીને કહ્યું કે તેઓ દિલ્હીથી આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે વરિષ્ઠ મંત્રીઓએ(Senior Ministers) તેમનો બાયોડેટા(Biodata) માંગ્યો છે. આ પછી, સંબંધિત આરોપીઓએ ધારાસભ્યો સાથે ફોન પર બેથી ત્રણ વાર વાત કરી અને કહ્યું કે જો તેઓને કેબિનેટમાં મંત્રી પદ જોઈતું હોય તો 100 કરોડ રૂપિયા આપવા પડશે. ફોન પર વાતચીત બાદ આરોપી 17 જુલાઈના રોજ ઓબેરોય હોટલમાં ધારાસભ્યોને મળ્યો હતો.
કેબિનેટમાં જગ્યા જોઈતી હોય તો 100 કરોડ ચૂકવવા પડશે, જેમાંથી 20 ટકા હમણાં ચૂકવવા પડશે અને બાકીના પૈસા પદના શપથ લીધા પછી ચૂકવવા પડશે, એમ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. આરોપીઓએ સોમવારે ધારાસભ્યોને નરીમન પોઇન્ટ પર મળવા બોલાવ્યા, ત્યારબાદ ધારાસભ્યો તેમને પૈસા લેવા માટે ઓબેરોય હોટલ લઈ ગયા.
આ સમાચાર પણ વાંચો : EDએ શિવસેના નેતા સંજય રાઉતને પાઠવ્યું સમન્સ- પરંતુ આજે પાત્રા ચાલ કેસમાં નહીં થઈ શકે પૂછપરછ-જાણો શું છે કારણ
સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈ પોલીસને(Mumbai Police) આ અંગેની જાણ થઈ, ત્યારપછી ક્રાઈમ બ્રાન્ચના ખંડણી વિરોધી સેલે છટકું ગોઠવીને એક આરોપીને ઝડપી લીધો અને તેની પૂછપરછ દરમિયાન વધુ 3 આરોપીઓના નામ સામે આવ્યા, જેમની પાછળથી ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે આ મામલે રાષ્ટ્રીય સમાજ પક્ષના ધારાસભ્ય રાહુલ કૌલની(Rahul Kaul) ફરિયાદ પર કેસ નોંધ્યો છે. આરોપીઓના નામ રિયાઝ અલ્લાબક્ષ શેખ(Riaz Allabakh Shaikh), યોગેશ મધુકર કુલકર્ણી(Yogesh Madhukar Kulkarni), સાગર વિકાસ સાંગવાઈ અને જાફર અહેમદ રાશિદ અહેમદ ઉસ્માની છે. આ કેસમાં પોલીસ તપાસ કરી રહી છે કે આરોપી અન્ય કેટલા ધારાસભ્યોના સંપર્કમાં હતો અને તેણે કેટલા લોકોને પૈસા ચૂકવ્યા છે.