ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 જુલાઈ 2020
બીએમસી દ્વારા કંડારપાડા ડેપોમાં 200 બેડનું સંપૂર્ણ વાતાનુકુલિત કોવિડ-19 કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે અને બીજું એક દહિસર બસ સ્ટેશનમાં બનાવવામાં આવ્યું છે. "બીએમસી શહેરના નાગરિકોને લગતી જરૂરિયાતોને આધારે કાયમ નિર્ણય લે છે, અને જો ત્યાં જગ્યા ખાલી હોય તો શહેર માટે જે જરૂરી છે તે પૂરું પાડવા માટે બેસ્ટ હંમેશાં હાજર રહે છે", એમ બેસ્ટના એક અધિકારીએ જણાવ્યું હતું.
શહેરની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેન બંધ હતી ત્યારથી લોકકડાઉનનાં પ્રથમ દિવસથી જ બેસ્ટ વર્કર્સ અથાક મહેનત કરી રહ્યા છે. આવશ્યક સેવાના કાર્યકરો માટે ફેરી કરવા માટે બસો ચલાવીને જીવલેણ વાયરસ સામે શહેરની લડાઇમાં પોતાનો ફાળો આપવાથી લઈને આજે ડેપોને ક્વોરૅન્ટીન સેન્ટરમાં ફેરવવા સુધીનું કાર્ય ચાલુ જ છે.
હાલ બેસ્ટ હસ્તક 27 બસ ડેપો, 51 બસ સ્ટેશન અને 112 બસ ટર્મિનલ છે. દહિસરનું, સંપૂર્ણ વાતાનુકૂલિત છે અને તેમાં 200 પલંગ છે. જૂનમાં રાજ્ય સરકારે પોતાનો 'મિશન બીગન અગેન' કાર્યક્રમ શરૂ કર્યો હોવાથી, બેસ્ટ દ્વારા આવશ્યક સેવાઓ માટે મુસાફરી કરતા કામદારોની સગવડ માટે શહેરના 82 રૂટ પર હાલ 2132 બસો દોડી રહી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com