ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઑગસ્ટ, 2021
શનિવાર
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ ખાતે ઇલેક્ટ્રિક બસ લોકાર્પણ ના સાર્વજનિક કાર્યક્રમમાં કહ્યું છે કે આગામી બેથી પાંચ દિવસમાં લોકલ ટ્રેન તેમજ હોટલો ના કલાક વધારવા સંદર્ભે નિર્ણય લેવામાં આવશે. ઉદ્ધવ ઠાકરેએ આ નિવેદન ત્યારે આપ્યું છે જ્યારે લોકલ ટ્રેન સંદર્ભે વિરોધી પક્ષ જોરદાર આંદોલન કરી રહ્યું છે. તેમજ સામાન્ય લોકો હવે લોકલ ટ્રેન સંદર્ભે વર્તમાન સરકાર પર નારાજ છે. આગામી સોમવારે ટાસ્ક ફોર્સની બેઠક થવાની છે. એવી શક્યતા વરતાવવામાં આવી રહી છે કે આ બેઠકમાં લોકલ ટ્રેન સંદર્ભે તેમજ હોટલ સંદર્ભે કોઈ નિર્ણય લેવામાં આવશે.
