ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
29 જુન 2020
અનલોક 1.0 અમલ થયું તે બાદ મુંબઈની અત્યાવશ્યક સેવા બજાવતા કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવેલી ઉપનગરીય લોકલ ટ્રેનમાં, પશ્ચિમ રેલવેએ આજથી વધુ 40 ટ્રેનોનો સમાવેશ કર્યો છે. આમ હવે દિવસ દરમિયાન કુલ 202 ટ્રેનો ફેરા મારશે.
રાજ્ય સરકારના કહેવા મુજબ અગાઉ કેન્દ્ર સરકારના કર્મચારીઓને લોકલ ટ્રેનમાં પ્રવેશ ન હતો પરંતુ મોટા પ્રમાણમાં ફરીયાદો આવતાં તેમને પણ પ્રવેશ આપવાનું વિચારાયુ છે, જેને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલવે સોમવારથી જે 40 નવી ટ્રેન દોડાવાશે, તેમાં, ચર્ચગેટ થી બોરીવલી વચ્ચે, વીસ અપ અને વીસ ડાઉન તેમજ બાકીની 20 ફાસ્ટ ટ્રેનો હશે. જે બોરીવલી થી વિરાર, વસઈ થી ચર્ચગેટ અને વિરાર થી ચર્ચગેટ ફાસ્ટનો સમાવેશ થાય છે.
દેશભરમાં આમ તો 23 માર્ચથી લોકડાઉન લાદી દેવામાં આવ્યું હતું. ત્યારે બંધ કરાયેલી લોકલ ટ્રેનની સેવા 84 દિવસ બાદ, ગયા સોમવારથી આંશિક રૂપે ફરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન મધ્ય રેલવે બસો ટ્રેન અને પશ્ચિમ રેલવે 162 ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેમાં અગાઉ કેન્દ્ર સરકારના બેંક કર્મચારીઓ, પોસ્ટલ વિભાગના કર્મચારીઓ અને એસ.ટીના કર્મચારીઓ ને પ્રવેશ આપવામાં આવતો ન હતો. પરંતુ, હવેથી આ લોકોને પણ પરવાનગી આપવાનું વિચારાઈ રહ્યું છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com