ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 જુન 2020
ભ્રષ્ટાચારની કોઈ સીમા નથી મુંબઈ બીએમસી માં મૃતકોની ઢાંકવા માટેની પ્લાસ્ટિક બેગ ખરીદવામાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે. બીએમસી એ શુક્રવારે બોડી બેગ માટેના ટેન્ડર પાછા ખેંચી લીધા છે. જેની મૂળ કિંમત બમણા કરવામાં ક્વોટ કરવામાં આવતા હતા. ભારતીય જનતા પાર્ટીનો આરોપ છે કે, ડેડબોડી બેગ્સની કિંમત આશરે 600 રૂપિયા છે, જે નાગરિક બોડી દ્વારા 6,719 રૂપિયામાં ખરીદવામાં આવી રહી છે. બીએમસી એવા સમયે ભ્રષ્ટાચારમાં રોકાયો છે જ્યારે ચારેબાજુથી રોગચાળો ફેલાયો છે અને દરેકનું જીવન જોખમમાં મુકાયુ છે. "બોડી બેગ રૂ. 600-1,200 ની કિંમતની રેન્જમાં બજારમાં ઉપલબ્ધ છે. જ્યારે BMC તેના ઓફિશિયલ ટેન્ડરમાં જણાવે છે કે તેણે તેને 6,719 રૂપિયામાં ખરીદ્યુ છે. આ એક શરમજનક કૃત્ય છે અને તેમાં સામેલ દરેકને સજા થવી જ જોઇએ.તેમજ તેઓને નોકરીમાંથી કાઢી મુકવા જોઈએ.
બોડી બેગ્સ માટેનો ઓર્ડર ઔરંગાબાદ સ્થિત એક ખાનગી કંપનીને આપવામાં આવ્યો હતો. એક નિવેદનમાં, મનપાએ જણાવ્યું છે કે "કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા નિર્દેશિત માર્ગદર્શિકાને અનુસરીને જ બોડી બેગ્સ લેવામાં આવી હતી અને વાયરસના ફેલાવાને રોકી શકે એવી ઉચ્ચ ગુણવત્તા વાળી બેગના જ ઓર્ડર આપવામાં આવ્યા હતાં.
ભાજપાના આરોપ સામે મનપાનો દાવો છે કે, સૌથી નીચા ભાવે બોલી લગાવનારને ટેન્ડર આપવામાં આવ્યું હતું" વધુ જણાવ્યું કે કેન્દ્ર સરકારની વેબસાઇટ્સમાં પણ પસંદ કરેલી પ્રોડક્ટની કિંમત 7,800 રૂપિયા છે, જ્યારે મનપાએ 6,700 રૂ.માં ઉપલબ્ધ કરાવ્યું છે.
આજદિન સુધી BMC સંચાલિત હોસ્પિટલો માટે આશરે 2200 બોડી બેગ ખરીદવામાં આવી છે અને ભાવિની સંભવિત આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને બોડી બેગ ખરીદવા માટે બીજુ ટેન્ડર 23 મેના રોજ પસાર કરાયું હતું. પરંતુ ભ્રષ્ટાચાર નો વિવાદ વધ્યા બાદ છેવટે શુક્રવારે બીએમસીએ તેના નિવેદનમાં સૂચના આપી છે કે BMC કમિશનર ઇકબાલસિંહ ચહલે 23 મે ના ટેન્ડરને રદ કરી દીધા છે અને નવેસરથી હુકમ કરવાનો આદેશ આપ્યો છે…