ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 7 એપ્રિલ 2021.
બુધવાર.
મુકેશ અંબાણી ના ઘર એન્ટિલિયા નીચે વિસ્ફોટક ભરેલી ગાડી મળ્યાના કેસ સંદર્ભે મુંબઈ પોલીસના અધિકારી સચિન વાઝેની ધરપકડ કરાઇ હતી. ત્યારબાદ આ કેસને લઈને રોજ એક નવા ખુલાસાઓ બહાર આવતા રહે છે. હવે થયેલા એક ખુલાસા મુજબ, પોલીસ ડિપાર્ટમેન્ટમાં સચિન વાઝેની નિયુક્તિ ભૂતપૂર્વ પોલીસ-કમિશનર પરમબીર સિંહ ના કહેવા ઉપર થઈ હતી.
મહારાષ્ટ્રના ગૃહ ખાતામાં આજે મુંબઇ પોલીસે સચિન વાઝે વિરુદ્ધ કરેલી તપાસનો રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. પાંચ પાનાના આ રિપોર્ટમાં સચિન વાઝે ની નવ મહિનાના કાર્યકાળ દરમિયાનની વિગતો નોંધવામાં આવી છે. રિપોર્ટ અનુસાર,8 જુન 2020 ના દિવસે લોકલ આર્મ્સ યુનિટ મા સચિન વાઝેની ભરતી કરવામાં આવી હતી. પરંતુ બીજા જ દિવસે વાઝે ને તત્કાલીન જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ ના ક્રાઈમ ડિપાર્ટમેન્ટ યુનિટમાં સામેલ કરી દીધા. આ બદલી તત્કાલીન પોલીસ કમિશનર પરમબીર સિંહ ના કહેવા ઉપર થઈ હતી.
ભૂતપૂર્વ ગૃહમંત્રીની તપાસ માટે સીબીઆઇ ટીમ પહોંચી મુંબઈ. જાણો વિગત..
મુંબઈ પોલીસે આપેલા રિપોર્ટ ના અહેવાલ, મુજબ સચિન વાઝે ક્રાઈમ બ્રાન્ચના કોઈપણ મોટા અધિકારીઓ ને બદલે પોલીસ કમિશનર પરમબીર સિંહને રિપોર્ટ કરતો હતો.