ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 જુલાઈ 2020
છેલ્લા ત્રણ ચાર દિવસોથી મુંબઈ માં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. આજે સવાર સુધીમાં પૂરા ચોવીસ કલાક દરમિયાન 8 ઇંચ વરસાદ મુંબઈ ની વૈધશાળાએ નોંધાયો છે. તે સાથે જ જુલાઈ મહિનાના 16 દિવસ દરમિયાન કુલ 41 ઇંચ જેટલો વરસાદ મુંબઈમાં પડી ચૂક્યો છે. વૈધશાળાના જણાવ્યા મુજબ 2015 બાદ, આ બીજી વખત શહેરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે અને જો ટકાવારીમાં વાત કરીએ તો એક જુલાઈથી 16 જુલાઈ દરમિયાન મુંબઈની જરૂરિયાતનો 63 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કોલાબા વેધશાળાએ કુલ 121 મી.મી અને સાંતાક્રુઝમાં કુલ 96 મીલીમીટર વરસાદ નોંધ્યો છે. સાથે જ જણાવ્યું છે આ ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા તમામ વિસ્તારોમાં કેડ સુધીના પાણી ભરાઇ ગયા છે. મુંબઈ અને તટીય મહારાષ્ટ્રમાં જેમકે, થાણા અને રત્નાગીરી જિલ્લામાં આગામી 18 કલાક હજુ પણ વરસાદ વરસવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com