અંગારકી સંકષ્ટી ચતુર્થી નિમિત્તે બીજી માર્ચે સિદ્ધિવિનાયક મંદિરમાં રૂબરૂ દર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોરોનાના વધતા જતા દરદીઓને કારણે ફરી ઊભી થયેલી ચિંતાજનક સ્થિતિને ધ્યાનમાં લઈ આ વખતે ભક્તજનો સિદ્ધિવિનાયકના ઓનલાઇન દર્શનનો જ લાભ લઈ શકશે.
આ જાણકારી શ્રી સિદ્ધિવિનાયક મંદિર ન્યાસ તરફથી આપવામાં આવી છે.
સામાન્ય રીતે અંગારકીને દિવસે સિદ્ધિવિનાયક મંદિરમાં હજારો ભક્તોનો ધસારો થતો હોય છે પરંતુ કોરોનાની સ્થિતિ ધ્યાનમાં લઈ ભીડ ન કરવાના નિયમનું ઉલ્લંધન ન થાય માટે આ નિર્ણય લેવાયો છે.
