ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 ઓગસ્ટ 2020
સામાન્ય મુંબઈગરાઓએ હજી પણ ઘરે બેસવું પડશે એમ લાગી રહ્યું છે.. કોરોનાવાયરસ ના સંક્રમણથી બચવા માટે રેલવે પ્રશાસન દ્વારા ક્યુ આર કોડ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. આવશ્યક સેવાઓના કર્મચારીઓ ને જે ક્યુ આર કોડ આપવામાં આવ્યા છે તે કોડની વેલીડીટી 31 ડિસેમ્બર 2020 સુધીની આપવામાં આવી છે. આથી સામાન્ય માનવીને પ્રશ્ન મૂંઝવી રહ્યો છે કે તો તેઓએ 31 ડિસેમ્બર સુધી લોકલ ટ્રેનમાં મુસાફરી થી વંચિત રહેવું પડશે.
સરકારી ડેટાબેઝ મુજબ જેમને એ.પાસની જરૂર છે તેવા કુલ 3.2 લાખ આવશ્યક સેવાઓના કર્મચારીઓ માંથી હજી સુધી એક લાખથી વધુને જ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા માટેના કોડ ઉપલબ્ધ કરાવાયા છે. આથી કહી શકાય કે વધુ 2.2 લાખ આવશ્યક સેવાઓના કર્મચારીઓ ક્યુ આર કોડ મેળવવાની રાહ જોઈ રહ્યા છે.
એક સરકારી કર્મચારી એ પોતાનો અનુભવ જણાવતાં કહ્યું કે 'તેને એવી વેબસાઈટની લીંક મળી હતી જ્યાં જરૂરી વિગતો ભર્યા બાદ એક જ કલાકની અંદર, રેલવે દ્વારા ક્યુ આર કોડ મળી ગયો હતો. આ વેબસાઈટ પર પાસ ધારકો, સંગઠનો, સંસ્થા માટે માન્યતા અને ક્યુ આર કોડ ની તમામ વિગતો માં 31 ડિસેમ્બર સુધી ની વેલીડીટી જણાવવામાં આવી હતી. જેનો અર્થ એ થયો કે રેલવે ટૂંક સમયમાં સામાન્ય મુસાફરોને પ્રવાસની મંજૂરી આપવાની કોઇ યોજના ધરાવતી નથી..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com