ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
સુરત
11 જુલાઈ 2020
કોરોના ઈફેક્ટને લીધે ગુજરાતમાં, તેમાં પણ ખાસ કરીને સુરત કોરોનાવાયરસ નું હોટસ્પોટ બન્યું છે. થોડા દિવસ અગાઉ અમદાવાદમાં દેશના સૌથી વધુ કેસો નોંધાયા હતા. પરંતુ પાછલા અઠવાડિયાથી 'સુરત હોટસ્પોટ' બન્યું છે. જેને કારણે કેટલાક વિસ્તારોને તમામ રીતે બંધ કરવા પડયા છે..
અમદાવાદથી સુરત આવતી-જતી એસટી બસો બંધ કરાઈ છે. ખાનગી વાહનોનું પ્રવેશ પહેલા સ્કેનિંગ થઈ રહ્યું છે.. ખાનગી ટ્રાવેલ્સે પણ અમદાવાદથી સુરતનું બુકિંગ બંધ કર્યું છે.. બીજી બાજુ મુંબઈમાં પણ કોરોનાનો પ્રકોપ વધતાં અમદાવાદ થી સુરત અને મુંબઇ જતી બસો પર રોક લગાવવામાં આવી છે. આમ કહી શકાય કે મુંબઇ અમદાવાદ હાઇવે પાર દોડતી બસો સ્થગિત થયી ગઈ છે.
શરૂઆતના ગુજરાતના અમદાવાદ જિલ્લામાં કોરોના વાયરસના સૌથી વધુ કેસો સામે આવ્યા હતા. પરંતુ તંત્ર, કોરોના વોરિયર્સ અને સરકારના પ્રયત્નોના કારણે આજે પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. હવે અમદાવાદમાં વધુ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા તથા શહેરમાં કોરોના ફરી ના ફેલાય તે માટે AMC દ્વારા સુરતથી અમદાવાદ આવતા લોકોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે જ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર AMC દ્વારા શુક્રવારથી ચેક પોસ્ટ બનાવામાં આવી છે. આ ચેક પોસ્ટ પર AMC દ્વારા સ્થળ પર જ સુરતથી આવતા તમામ લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવે છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com