News Continuous Bureau | Mumbai
Murshidabad Violence: વક્ફ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં ભારે હિંસા જોવા મળી હતી. મુર્શિદાબાદમાં થયેલી હિંસામાં 3 લોકોના મોત થયા, સેંકડો ઘાયલ થયા, જ્યારે ઘણા લોકોને પોતાના ઘર છોડીને અન્યત્ર આશ્રય લેવો પડ્યો. હિંસાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે, હિંસા પ્રભાવિત વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ દરમિયાન, મુર્શિદાબાદ રમખાણો કેસમાં એક મોટો ખુલાસો થયો છે.
Murshidabad Violence: આ ઘટનાને અંજામ આપવા વિદેશથી ભંડોળ પ્રાપ્ત થયું.
મીડિયા રિપોર્ટ મુજબ આ હિંસાનું આયોજન ઘણા સમયથી કરવામાં આવી રહ્યું હતું. છેલ્લા 3 મહિનાથી વિસ્તારના લોકો આ ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા. આ માટે વિદેશથી ભંડોળ પ્રાપ્ત થયું.
મુર્શિદાબાદ હિંસાનું આયોજન અને ખર્ચ તુર્કીએ સંભાળી રહ્યા હતા. હિંસા માટેનો તમામ ભંડોળ અહીંથી પૂરો પાડવામાં આવી રહ્યો હતો. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ યોજનામાં સામેલ દરેક હુમલાખોર અને પથ્થરબાજને લૂંટ માટે 500 રૂપિયા આપવામાં આવ્યા હતા. છેલ્લા ૩ મહિનાથી તેમની તાલીમ સતત ચાલી રહી હતી. બાંગ્લાદેશ હિંસામાં જોવા મળેલા રમખાણોની જેમ કાવતરાખોરોએ બંગાળને બાંગ્લાદેશ બનાવવાની પણ યોજના બનાવી હતી.
Murshidabad Violence: મુખ્યમંત્રી મમતા બેનર્જીની જનતાને અપીલ
મુર્શિદાબાદ હિંસા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોને શાંતિની અપીલ કરી છે. તેમણે કહ્યું કે હું બધાને કહેવા માંગુ છું કે દરેકને પરવાનગી સાથે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો અધિકાર છે પરંતુ કાયદો પોતાના હાથમાં ન લો. વક્ફ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં 10 એપ્રિલથી હિંસા ચાલુ છે. મુર્શિદાબાદમાં લગભગ 300 બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના જવાનો પહેલેથી જ તૈનાત છે અને કેન્દ્રએ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં મદદ કરવા માટે કેન્દ્રીય દળોની પાંચ વધારાની કંપનીઓ તૈનાત કરી છે.
આ સમાચાર પણ વાંચો : Waqf Act : જે કાયદાને લઈને હાલ ભારે વિરોધ ચાલુ છે તે વક્ફ અધિનિયમમાં વર્ષોથી થતા આવ્યા છે. અહીં જાણો તેનો પુરો ઇતિહાસ અને કાયદામાં બદલાવો.
Murshidabad Violence: બંગાળમાં ચૂંટણી આડે હજુ એક વર્ષ
જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના વક્ફ (સુધારા) કાયદાને કારણે થયેલી હિંસામાં પ્રદર્શનકારીઓએ પોલીસ વાહનોને આગ ચાંપી, રસ્તાઓ બ્લોક કર્યા અને રેલ્વે સંપત્તિને નુકસાન પહોંચાડ્યું. બંગાળમાં ચૂંટણી આડે હજુ એક વર્ષથી વધુ સમય બાકી છે. આવી સ્થિતિમાં, લોકો આ રમખાણોના સમાચારથી ખૂબ ચિંતિત છે.