News Continuous Bureau | Mumbai
હાઈકોર્ટે (High Court) ઈસ્લામમાં(Islam) બહુપત્નીત્વ પ્રથાને(practice of polygamy) લઈને મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, જો કોઈ મુસલમાન વ્યક્તિ(Muslim person) પોતાની પત્ની અને બાળકોનું વ્યવસ્થિત ભરણપોષણ(Proper maintenance of children) કરવામાં સક્ષમ નથી તો તેને બીજા લગ્ન(second marriage) કરવાનો અધિકાર નથી.
મીડિયા અહેવાલ અનુસાર જસ્ટિસ સૂર્ય પ્રકાશ કેસવાની(Justice Surya Prakash Keswani) અને જસ્ટિસ રાજેન્દ્ર કુમારની(Justice Rajendra Kumari) બેન્ચે પરિવાર ન્યાયાલય અધિનિયમ(Courts Act) હેઠળ દાખલ કરેલી એક અપીલ પર આદેશ આપતી વખતે આ વાત કહી હતી.
હાઈકોર્ટે કહ્યું કે, જો કોઈ મુસલમાન પોતાની પત્ની અને બાળકોનું વ્યવસ્થિત ભરણપોષણ કરવામાં સક્ષમ નથી તો કુરાન અનુસાર તે બીજી મહિલા સાથે લગ્ન કરી શકતો નથી. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, મુસ્લિમ વ્યક્તિને પ્રથમ પત્ની હોવા છતાં બીજા લગ્ન કરવાના કાનૂન અનુસાર અધિકાર છે.
આ સમાચાર પણ વાંચો: મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ઉદ્ધવ ઠાકરે સાથે કરી મુલાકાત- આ વિરોધી પાર્ટીએ અંધેરી પૂર્વ વિધાનસભા પેટાચૂંટણી માટે કર્યું સમર્થન- જુઓ ફોટોગ્રાફ
સાથે કોર્ટે પોતાના નિર્ણયમાં તે પણ કહ્યું કે, એક મુસ્લિમ વ્યક્તિ જેને પોતાની પ્રથમ પત્નીની ઈચ્છા વિરુદ્ધ બીજા લગ્ન કર્યા છે, તો તે પહેલી પત્નીને તેના સાથે રહેવા માટે મજબૂર કરી શકે નહીં. તદુપરાંત તેના માટે સિવિલ કોર્ટ પાસે રાહતની પણ માંગ કરી શકે નહીં.
બેન્ચ અનુસાર કુરાનની સૂરા 4 આયત 3નો ધાર્મિક આદેશ(religious order) મુસ્લિમ પુરૂષો(Muslim men) પર લાગુ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે એક મુસ્લિમ પુરુષ પોતાની પસંદથી ચાર મહિલાઓ સાથે લગ્ન કરી શકે છે પરંતુ તેને ડર હોય કે તે તેમના સાથે ન્યાય કરી શકશે નહીં અને જો મુસ્લિમ પુરુષ પોતાની પહેલી પત્ની અને બાળકોનું પાલન કરવામાં સક્ષમ નથી તો પવિત્ર કુરાનના ઉપદેશ પ્રમાણે તે બીજા લગ્ન કરી શક્તો નથી..