Site icon

Muslim Marriage Act: આસામ સરકારે મુસ્લિમ લગ્ન અને છૂટાછેડાના કાયદાને રદ કર્યો, યુસીસી તરફ રાજ્યનું પ્રથમ પગલું!

Muslim Marriage Act: બાળ લગ્ન અટકાવવા માટે સરકારે મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા નોંધણી અધિનિયમ 1930ને રદ કરવાનો નિર્ણય લીધો છે. આસામમાં આ નવો કાયદો યુસીસી આ દિશામાં એક મોટુ પગલુ છે.

Muslim Marriage Act Assam Govt Repeals Muslim Marriage and Divorce Act, State's First Step Towards UCC

Muslim Marriage Act Assam Govt Repeals Muslim Marriage and Divorce Act, State's First Step Towards UCC

News Continuous Bureau | Mumbai 

Muslim Marriage Act: ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ ( UCC ) ને વિધાનસભામાંથી લીલી ઝંડી આપ્યા બાદ હવે આસામે ( Assam ) પણ આ દિશામાં પહેલું પગલું ભર્યું છે. આસામમાં મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ રજીસ્ટ્રેશન એક્ટ 1930 રદ કરવામાં આવ્યો છે. હિમંતા બિસ્વા સરમા સરકારે શુક્રવારે (24 ફેબ્રુઆરી) રાત્રે આ કાયદાને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.  

Join Our WhatsApp Community

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની ( Himanta Biswa Sarma ) અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની બેઠક દરમિયાન આને મંજૂરી આપવામાં આવી હતી. કેબિનેટ મંત્રી જયંત બરુઆએ તેને યુનિફોર્મ સિવિલ કોડ ( UCC  ) તરફ એક મોટું પગલું ગણાવ્યું હતું. તેમણે નિવેદનમાં કહ્યું હતું કે, અમારા મુખ્યમંત્રીએ પહેલા જ જાહેરાત કરી હતી કે આસામ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરશે. આજે અમે મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા ( Muslim Marriage and Divorce Registration Act 1930 ) નોંધણી અધિનિયમને રદ્દ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

  આજથી મુસ્લિમ લગ્નની ( Muslim marriage ) નોંધણી અથવા છૂટાછેડાની નોંધણી જુના કાયદા દ્વારા શક્ય બનશે નહીં..

હેમંત બિસવાએ મિડીયા સાથે વાત કરતા કહ્યું હતું કે, મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા સંબંધિત તમામ બાબતો સ્પેશિયલ મેરેજ એક્ટ ( Special Marriage Act ) હેઠળ આવશે. તેમણે કહ્યું કે, મુસ્લિમોના લગ્ન અને તલાકની નોંધણીની જવાબદારી જિલ્લા કમિશ્નર અને જિલ્લા રજીસ્ટ્રારની રહેશે. રદ કરાયેલા કાયદા હેઠળ કામ કરતા 94 મુસ્લિમ રજીસ્ટ્રારને પણ તેમના પદ પરથી મુક્ત કરવામાં આવશે. તેને 2 લાખ રૂપિયાનું વળતર મળશે.

આ સમાચાર પણ વાંચો :  Bullet Train: દેશમાં બુલેટ ટ્રેન ક્યારથી દોડશે? રેલવે મંત્રીએ આપ્યું અપડેટ, કહ્યું-ઉદ્ધવ ઠાકરેને કારણે આ પરિયોજના…

તેમણે વઘુમાં કહ્યું હતું કે, અંગ્રેજોએ 1935ના જૂના કાયદા દ્વારા કિશોરવયના લગ્નને સરળ બનાવ્યા હતા. આ કાયદો અંગ્રેજોના સમયમાં બન્યો હતો. તેથી બાળ લગ્ન અટકાવવા માટે સરકારે આ કાયદો રદ કરવાનો નિર્ણય લીધો છે.

આસામ સરકારે બહુપત્નીત્વ રોકવા માટે પણ કાયદો ઘડવાની તૈયારી ઘણા સમય પહેલા કરી હતી. રાજ્ય સરકારે આ માટે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોની બનેલી વિશેષ સમિતિની રચના કરી હતી. કમિટીના રિપોર્ટ અનુસાર, મુસ્લિમ પુરુષોના ચાર મહિલાઓ સાથે લગ્નની પરંપરા ઇસ્લામમાં ફરજિયાત નથી.

Osama bin Laden: CIA એ કર્યો મોટો પર્દાફાશ: ઓસામાથી લઈને પાક.ના પરમાણુ શસ્ત્રો સુધી… પૂર્વ અધિકારીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
Bangladeshi infiltrators: બાંગ્લાદેશી ઘૂસણખોરોની હવે ખેર નથી; રાજ્ય સરકારે લીધો ‘આ’ મહત્વનો નિર્ણય
Donald Trump: વિશ્વ રાજકારણમાં ગરમાવો: ડોનાલ્ડ ટ્રમ્પે આ દેશના રાષ્ટ્રપતિને ‘ડ્રગ લીડર’ ગણાવ્યા, તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો.
Satara: સતારાની મહિલા ડૉક્ટરને ન્યાય,આત્મહત્યા માટે ઉશ્કેરનાર આરોપીઓમાંથી 1 જેલભેગો, આટલા હજુ ફરાર.
Exit mobile version