ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 જુલાઈ 2020
સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) બન્યાં બાદ ઘણા અફઘાન અને રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓએ ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો છે. જેથી તેઓ ભારતીય નાગરિકત્વ મેળવી શકે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ સરકારને ચેતવણી આપી દીધી છે. એક અભ્યાસમાં જણાયું છે કે રોહિંગ્યાં અને અફઘાન, બાંગ્લાદેશી મુસ્લિમો ખ્રિસ્તી ધર્મમાં વટલાઈ ગયા છે જેનાં આશરે 25 થી વધુ કિસ્સાઓ સામે આવ્યાં છે.
ગયા વર્ષે સંસદ દ્વારા પસાર કરાયેલ CAA નો કાયદો, આ વર્ષે 10 જાન્યુઆરીએ અસ્તિત્વમાં આવ્યો છે. જે મુજબ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલાં બિન-મુસ્લિમ ભારતીય નાગરિકત્વ માટે અરજી કરી શકે છે. હિન્દુ, શીખ, બૌદ્ધ, પારસી, જૈન અને ખ્રિસ્તીઓ – જેવા છ લઘુમતી સમુદાયો, સુધારેલા કાયદા મુજબ, ધાર્મિક જુલમના આધારે નાગરિકત્વ માટે અરજી કરવા લાયક છે. "અગાઉ રોહિંગ્યા અને અફઘાનિસ્તાનના 20-25% શરણાર્થીઓની અરજીઓ નકારી કાઢવામાં આવી હતી, જે પછી તેઓ એ ધર્મ બદલીને ફરી અપીલ દાખલ કરી હતી." એમ એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું.
પાદરીઓ સીએએને ટેકો આપે છે પરંતુ તેઓનો મત છે કે 'સરકારે ઇસ્લામમાંથી ખ્રિસ્તી ધર્મમાં ફેરવાયેલાઓ સામે ઇન્કવાયરી કરવી જોઈએ. ચર્ચ દ્વારા સમર્થન મળ્યાં બાદ પણ થયેલી દરેક અરજીની તપાસ કરવી જોઈએ. કારણકે આનાથી દેશની સુરક્ષા ખતરામાં પડી શકે છે, સાથે જ ઉમેર્યું કે 'ઇસ્લામમાંથી ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા ઇચ્છુક લોકોને ક્યારેય દબાણ કરવામાં આવતું નથી." જેઓ ખ્રિસ્તી ધર્મમાં ફેરવાયા છે તેનું બીજું કારણ યુ.એન.એચ.સી.આર.ની મદદથી કેનેડા અને યુરોપિયન દેશોમાં સરળ સ્થળાંતર કરવાનું છે.
આમ બાજુના દેશોમાંથી સ્થળાંતર કરી ભારતમાં આવેલાં મુસ્લિમો CAA નો ફાયદો ઉઠાવવા અથવા તો યુરોપ જવાનાં લોભે ખ્રિસ્તી ધર્મ અપનાવી રહયાં છે. .પરંતુ બની શકે કોઈને કારણે ભારતની સુરક્ષા ખતરામાં પડી શકે છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com