News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં શિવસેના(Shivsena)ના બળવાખોરોના કારણે રાજકીય સંકટ વધુ ઘેરાયું છે. શિવસેનાના બળવાખોર એકનાથ શિંદે(Eknath Shinde)એ મહાવિકાસ અઘાડી સરકાર (MVA govt)ને મુશ્કેલીમાં મુકી દીધી છે. દરમિયાન, ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray)સંગઠનને બચાવવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. આ જ ક્રમમાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ આજે પોતાની પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક(meeting) બોલાવી છે.
આ સમાચાર પણ વાંચો : ગુવાહાટીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાઓની અવરજવર વધી. આ બે નેતાઓ હોટેલ બહાર પહેરેદારી કરી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ, આ બેઠક આજે બપોરે 1 વાગે મુંબઈના શિવસેના ભવન(Shivsena Bhavan)માં યોજાશે. જેમાં પાર્ટીની કાર્યકારિણીના તમામ નેતા, ઉપનેતા, સંપર્ક અધિકારી, સાંસદો અને ધારાસભ્યો હાજર રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે રાજકીય પરિસ્થિતિ(political crisis)ની સાથે સાથે શિવસેના અને મુખ્યમંત્રી પદ(CM post)ના મહત્વના નિર્ણય વિશે પણ બેઠકમાં ચર્ચા થશે. મહત્વપૂર્ણ છે કે કોરોનાથી સંક્રમિત ઠાકરે તેમની સાથે ઓનલાઈન જોડાશે.