News Continuous Bureau | Mumbai
MVA Seat Sharing Formula: દેશમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારને તેજ બનાવી દીધો છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રમાંથી સીટ વહેંચણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી (MVA) સાથી પક્ષો, શિવસેના-ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (SS-UBT), કોંગ્રેસ અને NCP-શરદચંદ્ર પવાર (NCP-SP) લોકસભા ચૂંટણી માટે રાજ્યમાં બેઠકોની વહેંચણી પર સંમત થયા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સીટ ફાળવણી માટે MVAની ફોર્મ્યુલા 22, 16 અને 10 નક્કી થઈ છે. જેમાં મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકોમાંથી SS-UBT 22 પર, કોંગ્રેસ 16 પર અને NCP-SP 10 બેઠકો પર ચૂંટણી ( Lok Sabha elections ) લડશે. ત્રણેય પક્ષોના સૂત્રોએ જણાવ્યું હતું કે, ત્રણ MVA ભાગીદારો પ્રકાશ આંબેડકરની ( Prakash Ambedkar ) વંચિત બહુજન અઘાડી માટે પોતપોતાના ક્વોટામાંથી ઓછામાં ઓછી 4 બેઠકો અને રાજુ શેટ્ટીની આગેવાની હેઠળના સ્વાભિમાની શેતકરી સંગઠન માટે 1 બેઠક છોડવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. .
એમવીએમાં કોંગ્રેસને જે 16 બેઠકો મળી છે..
દરમિયાન, ( Shivsena UBT ) શિવસેના-યુબીટીની 22 સીટોમાં રત્નાગીરી-સિંધુદુર્ગ, રાયગઢ, થાણે, કલ્યાણ, પાલઘર, નાસિક, શિરડી, જલગાંવ, માવલ, ધારાશિવ, પરભણી, સંભાજીનગર, બુલઢાણા, હિંગોલી, યવતમાલ, હટકનાંગલે, સાંગલી, મુંબઈ દક્ષિણ, મુંબઈ, દક્ષિણ મધ્ય, સીટનો સમાવેશ થાય છે. આમાં મુંબઈ ઉત્તર પશ્ચિમ, મુંબઈ ઉત્તર મધ્ય અને મુંબઈ ઉત્તર પૂર્વનો પણ સમાવેશ થાય છે. પરંતુ શિવસેના-યુબીટી રાજુ શેટ્ટી માટે હાટકનાંગલે સીટ છોડી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Ed shreeran: એડ શીરન ની ગાયિકી માં ખોવાયો શાહરુખ ખાન, મન્નત માં થયો ગાયક નો પ્રાઇવેટ કોન્સર્ટ,જુઓ વિડિયો
સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસને ( Congress ) જે 16 બેઠકો મળી છે. તેમાં નાગપુર, ભંડારા-ગોંદિયા, ચંદ્રપુર, ગઢચિરોલી, રામટેક, અમરાવતી, અકોલા, લાતુર, નાંદેડ, જાલના, ધુલે, નંદુરબાર, પુણે, સોલાપુર, કોલ્હાપુર અને મુંબઈ ઉત્તરનો સમાવેશ થાય છે.
આ સિવાય NCP-SPને 10 બેઠકો મળી છે, જેમાં બારામતી, શિરુર, બીડ, દિંડોશી, રાવર, અહમદનગર, માધા, સતારા, વર્ધા અને ભિવંડીનો સમાવેશ થાય છે. NCP-SP માધા સીટ પર રાષ્ટ્રીય સમાજ પક્ષ પાર્ટીના સંસ્થાપક મહાદેવ જાનકરને સમર્થન આપી શકે છે.
નોંધનીય છે કે, ગઈકાલે મુંબઈમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું સમાપન થયું હતું. કોંગ્રેસે શિવાજી પાર્કમાં શક્તિ પ્રદર્શન કર્યું. આ જાહેરસભામાં વિપક્ષના અનેક મોટા નેતાઓએ પણ ભાગ લીધો હતો.