News Continuous Bureau | Mumbai
- મહાકુંભ 2025: નમામિ ગંગે પેવેલિયન બન્યું ગંગા સંરક્ષણ અને જાગૃતિનું કેન્દ્ર

મુખ્ય આકર્ષણઃ ડિજિટલ પ્રદર્શન પેવેલિયનનું મુખ્ય આકર્ષણ ડિજિટલ પ્રદર્શન છે, જે ગંગાની સ્વચ્છતા અને સંરક્ષણ માટેનાં વિવિધ પ્રયાસોને આકર્ષક અને શૈક્ષણિક રીતે રજૂ કરે છે. બીજી વિશેષતા પ્રયાગ પ્લેટફોર્મ છે, જે ગંગા-યમુના નદીઓ અને તેમની સહાયક નદીઓ પર વાસ્તવિક સમયનો ડેટા પ્રદર્શિત કરે છે. આ પ્લેટફોર્મ પાણીનાં સ્તર, સ્વચ્છતા અને પ્રદૂષણ સંબંધિત આંકડાઓ વિશે માહિતી પ્રદાન કરે છે.
આ સમાચાર પણ વાંચો : Medicinal Plants: ઔષધીય છોડના પ્રાયોગિક ઉપયોગ પર તાલીમ સત્ર યોજાયું, CEEએ ઋષિગત જ્ઞાનનો પ્રસાર કરવાનો પ્રયત્ન કર્યો.

Namami Gange: ગંગાની સ્વચ્છતા માટે સરકારનાં પ્રયાસો પર પ્રકાશ પાડ્યો મંડપમાં રિવરફ્રન્ટનાં વિકાસ અને ગંગાનાં કાંઠે ગટરનાં શુદ્ધિકરણ પ્લાન્ટની કામગીરી પણ દર્શાવવામાં આવી છે. આ પ્રદર્શન મુલાકાતીઓને એ સમજવામાં મદદ કરે છે કે ગંગાની સ્વચ્છતા જાળવવા માટે સરકાર અને સંસ્થાઓ કેવી રીતે તકનીકી અને માળખાકીય પ્રયત્નો કરી રહી છે. આ પેવેલિયનમાં ડોલ્ફિન, કાચબા, મગર અને માછલી જેવા ગંગામાં જોવા મળતા જીવોની પ્રતિકૃતિઓ છે. આ પહેલ શૈક્ષણિક સાબિત થઈ રહી છે, ખાસ કરીને બાળકો અને યુવાનો માટે, જે તેમને ગંગાની જૈવવિવિધતા અને તેના સંરક્ષણનાં મહત્વને સમજાવે છે.

આ સમાચાર પણ વાંચો : Amit Shah: ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ‘હિન્દુ આધ્યાત્મિક ઔર સેવા મેલા’નું ઉદ્ઘાટન કર્યું, આ મેળામાં યોજાશે વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ..

Namami Gange: NBTએ રીડિંગ કોર્નર બનાવ્યો આ પ્રદર્શનમાં નેશનલ બુક ટ્રસ્ટ (NBT) દ્વારા સ્થાપિત એક વિશેષ રીડિંગ કોર્નર પણ રજૂ કરવામાં આવ્યો છે, જ્યાં ગંગા, મહાકુંભ, સામાજિક નીતિઓ અને રાષ્ટ્રીય ગૌરવને લગતા પુસ્તકોનો સંગ્રહ ઉપલબ્ધ છે. આ ખૂણો ગંગાનાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ વિશે જાણવામાં રસ ધરાવતા લોકો માટે વિશેષ આકર્ષણ છે.

ગણપતિ પ્રતિમા ભાવનાત્મક જોડાણને મજબૂત કરે છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ, ગંગા ટાસ્ક ફોર્સ અને આઇઆઇટી દિલ્હી જેવી સંસ્થાઓ ગંગાની લુપ્તપ્રાય પ્રજાતિઓનાં સંરક્ષણ, જનજાગૃતિ અને કચરાનાં વ્યવસ્થાપન અંગેની માહિતી વહેંચી રહી છે. આ માહિતી ગંગાનાં મહત્વ પર ભાર મૂકવામાં અને લોકોમાં જાગૃતિ લાવવામાં મદદ કરી રહી છે. મંડપમાં ભગવાન ગણેશની પ્રતિમા પણ છે, જે ગંગાની શુદ્ધતા અને સ્વચ્છતાનું પ્રતીક છે. આ પ્રતિમા સાંસ્કૃતિક અને ભાવનાત્મક જોડાણોને મજબૂત બનાવે છે.
આ સમાચાર પણ વાંચો : DRDO: DRDO રક્ષા કવચ થીમ સાથે 2025 પ્રજાસત્તાક દિવસ પરેડમાં નવીન સુરક્ષા સિસ્ટમો પ્રદર્શિત કરશે

Namami Gange: મંડપ બન્યું આકર્ષણનું મુખ્ય કેન્દ્ર નમામિ ગંગે મિશને મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે તેઓ એ વાત સ્વીકારે કે ગંગા માત્ર એક નદી નથી પરંતુ ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ અને આર્થિક જીવનનું અભિન્ન અંગ છે. તેને સ્વચ્છ અને સચવાયેલી રાખવી એ દરેક નાગરિકની ફરજ છે. આ અત્યાધુનિક અને સર્જનાત્મક મંડપ ગંગાનું મહત્વ સમજાવવામાં સફળ તો છે જ, સાથે જ મહાકુંભ-2025નાં મુખ્ય આકર્ષણોમાંનું એક બની ગયું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.