News Continuous Bureau | Mumbai
તમામ પ્રકારની કાર્યવાહીનો સામનો કરવાની પોતાની તૈયારી હોવાના બણગા ફૂંકનારા શિવસેનાના(Shivsena) નેતા સંજય રાઉતની(Sanjay raut) ટાંઈ-ટાંઈ ફીશ થઈ ગઈ છે. ગોરેગામની(Goregaon) પાત્રા ચાલ રિડેવલપમેન્ટ કૌભાંડ(Patra Chal redevelopment scam) મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેડ (ED)ની કસ્ટડીમાં રહેલા સંજય રાઉતે ચાર દિવસમાં જ (ED)ની કસ્ટડીમાં તેમનો શ્વાસ રૂંધાતો હોવાની ફરિયાદ કોર્ટને કરી છે.
પાત્રા ચાલ રિડેવલપમેન્ટ કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં રહેલા સંજય રાઉતની કસ્ટડી ગુરુવારે પૂરી થઈ હતી. તેથી જ્યારે તેમને EDની સ્પેશિયલ કોર્ટમાં(Special court) રજૂ કરવામાં આવ્યા ત્યારે રાઉતે કોર્ટમાં પોતાની તબિયત અંગે સીધી ફરિયાદ કરી હતી. કોર્ટને કસ્ટડીમાં રહેલી અસુવિધાઓ વિશે ફરિયાદ કરતા કહ્યું હતું તેમને હૃદયની સમસ્યા છે. EDની કસ્ટડીમાં વેન્ટિલેશન(ventilation) નથી. તેથી કોર્ટે EDના અધિકારીઓને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનો આદેશ આપ્યો છે.
આ સમાચાર પણ વાંચો : સંજય રાઉત બાદ હવે તેમના ધર્મપત્ની વર્ષા રાઉતને ઈડીનું તેડું- આ મામલે પાઠવ્યું સમન્સ- પૂછપરછ માટે બોલાવ્યા
EDએ મને જે જગ્યાએ મુક્યો છે ત્યાં વેન્ટિલેશન નથી. મને ત્યાં ખૂબ જ અસુવિધા થાય છે. હું હૃદય રોગથી પીડિત છું. તેનાથી શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. મને રાત્રે સૂવા માટે જે જગ્યા આપી છે ત્યાં પણ એવી જ હાલત છે એવી ફરિયાદ પણ રાઉતે કરી હતી. હવાની અવરજવર માટે કોઈ બારી નહોવાની રાઉતની ફરિયાદ બાદ કોર્ટે EDના અધિકારીઓને આ વિશે પૂછ્યું. અધિકારીઓએ જણાવ્યું કે રાઉતને જે રૂમમાં રાખવામાં આવ્યો હતો ત્યાં એસી હતું. તેમને ખુલ્લી હવા ધરાવતા રૂમમાં રાખવાની તૈયારી પણ દર્શાવી છે.