News Continuous Bureau | Mumbai
શિવસેનાના નેતા(Shiv Sena leader) એકનાથ શિંદેના(Eknath Shinde) બળવા બાદ શિવસેના હવે વિભાજિત થઈ ગઈ છે. બળવાખોર ધારાસભ્યોની(Rebel MLAs) સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. માત્ર ધારાસભ્યો જ નહીં પરંતુ અન્ય ઘણા મંત્રીઓ પણ શિંદે સાથે જોડાઈ ગયા છે.રવિવારે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન(Minister of Higher and Technical Education) ઉદય સામંત(Uday samant) પણ શિંદે જૂથમાં(Shinde group) જોડાયા હતા. તેથી ઉદ્ધવ ઠાકરેને(Uddhav Thackeray) વધુ ફટકો પડ્યો છે. મહાવિકાસ આઘાડીમાં(Mahavikas Aghadi) શિવસેનાના કુલ મંત્રીઓમાંથી હવે માત્ર ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે(Aditya Thackeray) જ મંત્રી તરીકે બચ્યા છે.
શહેરી વિકાસ મંત્રી(Minister of Urban Development) એકનાથ શિંદેએ પોતે બળવો કર્યા બાદ શિવસેનાના ઘણા મંત્રીઓ તેમની સાથે જોડાઈ ગયા છે. રવિવારે મંત્રી ઉદય સામંતના ગુવાહાટી(Guwahati) જવા સાથે શિંદે ગ્રુપના મંત્રીઓની કુલ સંખ્યા નવ થઈ ગઈ છે. પરિણામે, આદિત્ય ઠાકરે, જે હવે પર્યાવરણ અને શિષ્ટાચાર પ્રધાન છે, તેઓ એકલા જ બચ્યા છે. જ્યારે શિવસેનાનું રાજ્ય કેબિનેટ(State cabinet) આસામમાં(Assam) સ્થળાંતરિત થયું છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રનો જંગ હવે સુપ્રીમ કોર્ટમાં- એકનાથ શિંદેની આગેવાનીમાં બળવાખોર જૂથે સુપ્રીમમાં આટલી અરજી કરી-આ મામલે આજે થશે સુનાવણી
શિંદે ગ્રુપમાં શિવસેનાના આ મંત્રીઓ જોડાઈ ગયા છે, જેમાં એકનાથ શિંદે- શહેરી વિકાસ મંત્રી, ઉદય સામંત – ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી, દાદા ભુસે(Dada Bhuse) – કૃષિ મંત્રી(Minister of Agriculture), ગુલાબરાવ પાટીલ(Gulabrao Patil)- પાણી પુરવઠા મંત્રી, સંદીપન ભુમરે- રોજગાર ગેરંટી મંત્રી, શંભુરાજ દેસાઈ – ગૃહ રાજ્ય મંત્રી, અબ્દુલ સત્તાર – રાજ્ય મંત્રી, બચ્ચુ કડુ- રાજ્યમંત્રી અને રાજેન્દ્ર યાદ કર – આરોગ્ય રાજ્ય મંત્રીનો સમાવેશ થાય છે.