Site icon

દારૂના શોખોનો માટે માઠા સમાચાર- હવે દારૂની હોમ ડિલિવરી મળતી થશે બંધ- મહારાષ્ટ્ર સરકાર લેશે નિર્ણય- જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

કોરોના કાળમાં(Corona period) લોકડાઉન(Covid19 Lockdown) દરમિયાન લોકોને દારૂની બોટલો(Bottles of liquor) ઘર સુધી પહોંચાડવાની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. જોકે બહુ જલદી હવે દારૂની હોમ ડિલિવરી(Home delivery of liquor) બંધ થાય એવી શક્યતા છે.

Join Our WhatsApp Community

રાજ્યના ગૃહ વિભાગે(State Home ministry) આબકારી કમિશનરને તમામ દારૂના વેપારીઓને(liquor dealers) દારૂની હોમ ડિલિવરી બંધ કરવાની સૂચના આપી છે. લોકડાઉન દરમિયાન દારૂની દુકાનોમાં લાંબી લાઈન ઉમટતી હોવાનો અનેક બનાવ બન્યા હતા. તેથી સામાજિક અંતર(Social distance) જાળવી શકાય તે માટે દારૂની હોમ ડિલિવરી સેવાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું

જોકે હવે ગૃહ વિભાગે આબકારી કમિશનરને પત્ર લખીને જણાવ્યું હતું કે દારૂના વેચાણની પૂર્વ મહામારી પદ્ધતિ લાગુ કરવામાં આવે અને દારૂની હોમ ડિલિવરી સેવા નાબૂદ કરવામાં આવે. આબકારી કમિશનરને(Excise Commissioner) લખેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે, કોવિડ સંબંધિત પ્રતિબંધો(Covid restriction) માટેનો પ્રોટોકોલ પાછો ખેંચવાને કારણે હોમ ડિલિવરીની મંજૂરી આપવાનો નિર્ણય આપોઆપ પાછો ખેંચી લેવામાં આવ્યો છે કારણ કે તે લોકડાઉન સમયગાળા દરમિયાન સામાજિક અંતરના ધોરણોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :   ઉત્તરાખંડ ચંપાવત પેટાચૂંટણીમાં મુખ્યમંત્રીએ પુષ્કર સિંહ ધામી લહેરાવ્યો જીતનો પરચમ- આટલા હજાર મતોથી જીત્યા  

જોકે, આબકારી વિભાગે કહ્યું છે કે સરકાર તમામ કાયદાકીય અને સામાજિક પરિબળોને ધ્યાનમાં લીધા બાદ જ આ અંગે નિર્ણય લેશે. તે જ સમયે, રિટેલર્સ(Retailers) આબકારી કમિશનરની સૂચના સુધી દારૂની હોમ ડિલિવરી ચાલુ રાખશે. જો કે ઘરે ઘરે કેટલો દારૂ પહોંચાડવામાં આવે છે તે અંગે કોઈ નક્કર ડેટા ઉપલબ્ધ નથી, પરંતુ રોગચાળો(Epidemic) ફાટી નીકળ્યો ત્યારથી લાખો લોકોએ ઘરે દારૂ મંગાવવાનું શરૂ કર્યું છે
 

Manikrao Kokate Resignation: કોકાટે પર કાયદાનો ગાળિયો કસાયો: ધરપકડથી બચવા હોસ્પિટલમાં દાખલ મંત્રીનું રાજીનામું મંજૂર, પોલીસ ફોર્સ તૈનાત.
Mumbai High Court Builder Rent: ભાડું ન ચૂકવનારા બિલ્ડરોની હવે ખેર નથી! મુંબઈ હાઈકોર્ટનો આદેશ – ‘જો ભાડું નહીં આપો તો વેચાણ માટેના ફ્લેટ જપ્ત કરીને હરાજી કરાશે’
Uddhav Thackeray: ઠાકરેની પવારને કડક ચેતવણી: “અમારો સાથ જોઈએ કે અજિતનો?” કાકા-ભત્રીજાની મુલાકાતોથી ઉદ્ધવ કેમ્પમાં ખળભળાટ.
Maharashtra cold: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી: રાજ્યમાં કોલ્ડ વેવનો કહેર, આગામી ૨૪ કલાક માટે હવામાન વિભાગનું મોટું અપડેટ
Exit mobile version