Site icon

અયોધ્યાની મુલાકાત પહેલા મુંબઈમાં MNS ની ફરી પોસ્ટરબાજી, જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ ઠાકરેની(Raj thackeray) અયોધ્યા મુલાકાત સામે હાલ અયોધ્યામાં(Ayodhya) જોરદાર વિરોધ થઈ રહ્યો છે. છતાં તેઓ અયોધ્યા જવા પર મક્કમ છે. જોકે તે પહેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા મુંબઈમાં(mumbai) જોરદાર માહોલ બનાવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે MNS વિસ્તાર ગણાતા લાલબાગ(Lalbagh) અને શિવડી(Shivri) વિસ્તારમાં ઠેર ઠેર બેનરો લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં રાજ ઠાકરેના વાળને પણ હાથ લાગશે તો આખું મહારાષ્ટ્ર(Maharashtra) બળી જશે, એવું  લખાણ લખવામાં આવ્યું છે, તેથી એવા સવાલ થઈ રહ્યા છે કે MNS  આ પોસ્ટરબાજી(posters) કરીને કોને ચેતવણી આપવાનો પ્રયાસ કરી રહી છે.

Join Our WhatsApp Community

થોડા દિવસો પહેલા, રાજ ઠાકરે(Raj thackeray) અને બાળા નાંદગાંવકરને(Bala Nandgaonkar) મસ્જિદોમાં લાઉડ સ્પીકરના(Loudspeaker) અવાજ સામે આંદોલન કરવા બદ્લ ધમકી આપવામાં આવી હતી. બાળા નંદગાંવકરે ગૃહમંત્રી(Home minister) દિલીપ વળસે-પાટીલને(Dilip walse patil) ફોન કરીને તાત્કાલિક પગલાં લેવાની માંગણી પણ કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  તાજેતરમાં જ કોંગ્રેસને 'ગુડબાય' કહેનારા પંજાબના આ દિગ્ગજ રાજનેતા ભાજપમાં જોડાયા.. જાણો વિગતે 

બીજી તરફ, ઉત્તર પ્રદેશના(Uttar pradesh) ભાજપના(BJP) સાંસદ બ્રિજભૂષણ સિંહે(Brijbhushan Singh) પણ જાહેરાત કરી હતી કે તેઓ ઉત્તર ભારતીયોનું(North indian) અપમાન કરનારા રાજ ઠાકરેને અયોધ્યામાં પગ મુકવા દેશે નહીં. આ સંદર્ભે બ્રિજભૂષણ સિંહ હાલમાં ઉત્તર પ્રદેશમાં જોરદાર તેમના તરફ વાતાવરણ ઊભુ કરી રહ્યા છે. સાધ્વી કંચનગીરી અને ભાજપના કેટલાક નેતાઓએ બ્રિજભૂષણ સિંહને ખસી જવાની સલાહ આપી હતી.

 બ્રિજભૂષણ સિંહ જોકે કંઈ પણ સાંભળવા તૈયાર નથી. ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં બ્રિજભૂષણ સિંહનું વર્ચસ્વ જોતાં રાજ ઠાકરેનો અયોધ્યા પ્રવાસ કપરો બની રહે તેવા સંકેતો જણાઈ રહ્યા છે એ વચ્ચે મુંબઈમાં લાગેલા પોસ્ટરો દ્વારા કોને ધમકી આપવામાં આવી રહી છે એવા સવાલ થઈ રહ્યા છે.

આ દરમિયાન MNS નેતાઓએ પાર્ટી કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં અયોધ્યા આવવાની અપીલ કરી છે. આ માટે લગભગ 10 ટ્રેનો બુક કરવામાં આવવાની હોવાનું કહેવાય છે.  જો કે મનસેના કેટલા કાર્યકરો અયોધ્યા પહોંચી શકે તેની મર્યાદા છે. બ્રિજભૂષણ સિંહ ભારતના રેસલિંગ ફેડરેશનના(Wrestling Federation of India) પ્રમુખ અને સાંસદ(MP) છે. તેથી ઉત્તર પ્રદેશમાં લોકોનો મોટો વર્ગ તેમની પાછળ છે. જો બ્રિજભૂષણ સિંહના વિરોધ વચ્ચે રાજ ઠાકરે અને MNS કાર્યકર્તાઓ અયોધ્યા જશે તો તેમની સુરક્ષા પર પ્રશ્ન ઊભો થવાની શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો : લો કરો વાત!! આંદોલનકારી અણ્ણા હઝારને જગાડવા તેમની સામે જ આ ગામમાં આંદોલન, જાણો વિગતે
 

Manikrao Kokate Resignation: કોકાટે પર કાયદાનો ગાળિયો કસાયો: ધરપકડથી બચવા હોસ્પિટલમાં દાખલ મંત્રીનું રાજીનામું મંજૂર, પોલીસ ફોર્સ તૈનાત.
Mumbai High Court Builder Rent: ભાડું ન ચૂકવનારા બિલ્ડરોની હવે ખેર નથી! મુંબઈ હાઈકોર્ટનો આદેશ – ‘જો ભાડું નહીં આપો તો વેચાણ માટેના ફ્લેટ જપ્ત કરીને હરાજી કરાશે’
Uddhav Thackeray: ઠાકરેની પવારને કડક ચેતવણી: “અમારો સાથ જોઈએ કે અજિતનો?” કાકા-ભત્રીજાની મુલાકાતોથી ઉદ્ધવ કેમ્પમાં ખળભળાટ.
Maharashtra cold: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી: રાજ્યમાં કોલ્ડ વેવનો કહેર, આગામી ૨૪ કલાક માટે હવામાન વિભાગનું મોટું અપડેટ
Exit mobile version