News Continuous Bureau | Mumbai
એક વખત ચોરાયેલી કિંમતી વસ્તુઓ પાછી મેળવવી મુશ્કેલ છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં(Uttarpradesh) એક વિચિત્ર બનાવ બન્યો હતો, જેમાં મંદિરમાંથી(Temple) કિંમતી વસ્તુઓ ચોરી જનારા ચોરટાઓ(thieves) મૂર્તિ પાછી મૂકી ગયા હતા અને સાથે જ એક ચિઠ્ઠી પણ મૂકી ગયા હતા.
ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં(Chitrakoot) એક બાલાજી મંદિરમાંથી(Balaji Temple) 9 મેના રોજ સેંકડો વર્ષ જૂની અષ્ઠધાતુ, તાંબુ અને પિતળની 16 કિંમતી મૂર્તિની ચોરી થઈ હતી. ચોરી થયેલી મૂર્તિ(Idol) નજીકમાં જ રહેતા મહંતના ઘરેથી મળી આવી હતી. ચોરટાઓ આ મૂર્તિ સાથે એક ચિટ્ઠી મૂકી ગયા હતા. મહંતે આ મૂર્તિઓ પોલીસને પાછી કરી હતી.
આ સમાચાર પણ વાંચો : લો બોલો!! ઔરંગઝેબની કબર પર પોલીસ બંદોબસ્ત, પર્યટકો માટે બંધ કરી નાખવામાં આવી.. જાણો વિગતે
પોલીસના કહેવા મુજબ કુલ 16 મૂર્તિની ચોરી થઈ હતી. પાંચ દિવસ બાદ તે મંદિરના મહંતના ઘરેથી મળી હતી. એ સાથે ચિઠ્ઠી હતી, જેમાં ચોરટાએ લખ્યું હતું કે મૂર્તિ ચોરી કરી છે ત્યારથી તેમને ડરામણા સપના(Nightmare) આવી રહ્યા છે. તેથી અમે મૂર્તિ પાછી કરી રહ્યા છે. આ મૂર્તિની મંદિરમાં ફરી પ્રાણપ્રતિષ્ઠાન કરજો એવું પણ ચિઠ્ઠીમાં(Note) લખવામાં આવ્યું છે.