શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેની સૌથી નાની બહેનનું થયું નિધન, સીએમ ઉદ્ધવે આપી શ્રદ્ધાંજલિ..

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

પ્રબોધનકાર ઠાકરેની દીકરી અને શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેની બહેન સંજીવની કરંદીકરનું ૮૪ વર્ષની ઉંમરે નિધન થયું છે. 

સંજીવની કરંદીકરને ગુરુવારે સાંજે દીનાનાથ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. 

ફોઇ સંજીવની કરંદીકરના નિધન પર, સીએમ ઉદ્ધવ ઠાકરેએ તેમને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું, ‘તે પ્રબોધંકરની પુત્રી અને બાળાસાહેબની નાની બહેન હતી. તે સૌથી નાની હોવાથી બાળાસાહેબની સૌથી વહાલી બહેન હતી.

નોંધનીય છે કે, કરંદિકરે ભારતીય રિઝર્વ બેંકમાં સેક્શન ઓફિસર તરીકે કામ કર્યું અને પછી પુણેમાં સ્થાયી થયા.

આ સમાચાર પણ વાંચો :  તો ફાઈનલ ઓબીસી આરક્ષણ વગર થશે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી, ચૂંટણી પંચે મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની રચનાનો ફાઈનલ ડ્રાફ્ટ કર્યો જાહેર. 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment