ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,17 જાન્યુઆરી 2022
સોમવાર.
આ વર્ષે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દિલ્હીના રાજપથ પર થનારા કાર્યક્રમમાં મહારાષ્ટ્રના ટેબ્લુને મંજૂરી નકારી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે પરવાનગી આપવાનો ઈન્કાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રજાસત્તાક દિન નિમિત્તે દિલ્હીમાં રાજપથ પર થતી પરેડમાં દેશના દરેક રાજ્યની સંસ્કૃતિના પ્રતીક એવા ચિત્રરથ (ટેબ્લુ) ભાગ લે છે, જેમાં દર વર્ષે ચોક્કસ માપદંડો અનુસાર વિવિધ રાજ્યોના રથોને તક આપવામાં આવે છે. એવી આશા હતી કે આ વર્ષે રાજપથ પર મહારાષ્ટ્રની ઝાંખી જોવા મળશે. જો કે કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના ટેબ્લુને પરવાનગી આપવાનો ઈન્કાર કર્યો છે.
આ વર્ષનો ટેબ્લુ 'મહારાષ્ટ્રમાં બાયોડાયવરસીટી સ્ટાર્ન્ડ (જૈવવિવિધતા ધોરણો) થીમ પર આધારિત હતો.
મહારાષ્ટ્રના ટેબ્લુએ 2015 બાદ બે વખત પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. 2015 માં ટેબ્લુ 'પંઢરીચી વારી' ની થીમ પર આધારિત હતો. બીજી વખત 'શિવ રાજ્યાભિષેક'ની થીમ પર આધારિત 2018 ટેબ્લુ બનાવવામાં આવ્યો હતો. આ બંને વખતે ટેબ્લુ પ્રથમ નંબરે આવ્યા હતા. આ અગાઉ 1980માં શિવરાજ્યભિષેકની થીમ પરના ટેબ્લુને પણ પહેલો એવોર્ડ મળ્યો હતો. વર્ષ 1983માં 'બુલફાઈટિંગ' વિષય પરનો ટેબ્લુ સર્વશ્રેષ્ઠ રહ્યો હતો. ત્યાર બાદ 1993 થી 1995 સુધી સતત ત્રણ વર્ષ ગણેશોત્સવ, શતાબ્દી, હાપુસ કેરી અને બાપુ સ્મૃતિની થીમ પર પ્રથમ પુરસ્કાર જીતવામાં મહારાષ્ટ્રના ટેબ્લુને સફળતા મળી હતી.
મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ઓબીસી આરક્ષણ સાથે કે તેના વગર થશે? ઓબીસી આરક્ષણ સંદર્ભની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં 19મી સુધી મુલતવી; જાણો વિગત
આ દરમિયાન જાણવા મુજબ મહારાષ્ટ્રની સાથે જ કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળ, કેરળ અને બિહારના ટેબ્લુને પણ પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે. પ્રાથમિક માહિતી મુજબ સંરક્ષણ મંત્રાલયે સુરક્ષાના કારણોસર પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે.
શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) એ પ્રજાસત્તાક દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રસ્તો રોકવાની ધમકી આપી છે. અમે 26 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીને રસ્તા પર ઉતરવા નહીં દઈએ. શીખ ન્યાય સંગઠને કહ્યું છે કે મોદીને ઈન્ડિયા ગેટની મુલાકાત લેવાથી પણ પ્રતિબંધિત કરવામાં આવશે.