ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑક્ટોબર, 2021
મંગળવાર
ફી રેગ્યુલેટિંગ ઑથૉરિટી (FRA) દ્વારા થાણેની એક કોલેજને વિદ્યાર્થીઓ પાસેથી વસૂલ કરેલા 38 લાખ વત્તા રૂ. 38 લાખનો દંડ ચૂકવવા માટે કહેવામાં આવ્યું છે. બોરીવલીની એક કૉલેજને 58 લાખ રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું છે. બંને કૉલેજોએ FRA દ્વારા નિર્ધારિત રકમ કરતાં વધુ ફી વસૂલ કરી હતી. અહમદનગરની નર્સિંગ કૉલેજના ટ્રસ્ટીએ FRAના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ટાટા મેમોરિયલ સેન્ટરને 'પસ્તાવાના કૃત્ય” તરીકે રૂ. 50 લાખ ચૂકવ્યા છે.
પૂર્વ મંત્રી લક્ષ્મણ ધોબલે દ્વારા સંચાલિત બોરીવલીની નાલંદા લૉ કૉલેજને 3-વર્ષ અને 5-વર્ષના LLB કોર્સ માટે FRA-નિશ્ચિત ફી કરતાં વિદ્યાર્થીઓ પાસેથી વધુ વસૂલવામાં આવેલા 58 લાખ રૂપિયા પરત કરવા કહેવામાં આવ્યું છે. કૉલેજને FRAમાં રૂપિયા જમા કરાવવા અને જે વિદ્યાર્થીઓની ફી રીફંડ કરવાની હતી એની વિગતવાર સૂચિ સબમિટ કરવાનું કહેવામાં આવ્યું હતું.
થાણેના ઔદ્યોગિક શિક્ષણ મંડળની ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ ઍન્ડ કમ્પ્યુટર સ્ટડીઝમાં, FRAએ બે વિદ્યાર્થીઓ તરફથી મળેલી ફરિયાદો પર કાર્યવાહી કરી હતી. એવું જાણવા મળ્યું હતું કે કૉલેજે દરેક વિદ્યાર્થી પાસેથી નક્કી કરેલી ફી ઉપરાંત રૂ. 53,000 વધુ વસૂલ્યા હતા અને તેના માટે કૉલેજે FRAના ધોરણોનું બહાનું કાઢ્યું હતું.
અહમદનગરની ગ્રામીણ કૉલેજ સમાજ સેવી સંસ્થાને ૧૫ લાખનો દંડ કરવામાં આવ્યો છે. આ કૉલેજના ટ્રસ્ટી FRA સમક્ષ ગેરકાયદે એકરાર કરવા સાથે ડૉનેશનની રસીદો રજૂ કરી હતી. ઉપરાંત ફીવધારાની દરખાસ્તના રેકૉર્ડ સાથે ચેડાં કર્યાં હતાં. ટ્રસ્ટીએ દાવો કર્યો હતો કે પ્રક્રિયા વિશે જાણકારી ન હોવાથી ભૂલ થઈ ગઈ છે તથા તેમણે FRAને ઉદારતાભર્યું વલણ અપનાવવાની વિનંતી કરી છે. કૅન્સરના ગરીબ દર્દીઓની સારવાર કરવા માટે ટાટા હૉસ્પિટલ જેવી સંસ્થાને સારી એવી દાનની રકમ ઑફર કરી હતી.
FRAના સભ્ય ઍડવોકેટ ધરમ મિશ્રાએ જણાવ્યું હતું કે ફી સુધારણા દરખાસ્તોમાં ખોટી માહિતી આપીને ત્રણ કૉલેજોને ગેરકાયદે અને છેડછાડ કરવા બદલ દંડ ફટકારવાનો ઑથૉરિટી દ્વારા નિર્ણયો લેવાયો છે. જે અન્ય કૉલેજો માટે એક ઉદાહરણ સ્થાપિત કરશે.